સમય ગ્રુપ દ્વારા ફૂટપાથ પર ઠંડીમાં થર થરતા પરમહંસોને સ્વેટર સહિત અપાઈ અનેક ચીજ વસ્તુઓ
સમય ગ્રુપ દ્વારા સ્વેટર,કપડા, ધાબળા,ટોપી,બુટ-મોજા આપવા સહિત ભોજન અને કાવો પણ પીવડાવવામાં આવ્યો યુવાનોની અનેરી સેવા પ્રવૃત્તિને બિરદાવાઈ
પોરબંદરમાં ઠંડીમાં ધ્રૂજતા પરમહંસોને ધાબળા સ્વેટર, નવા કપડા, ટોપી બુટ, મોજા, આપવા ઉપરાંત તેમને ભોજન કરાવવાની સાથે કાવો પણ પીવડાવવામાં આવ્યો હતો.
હાલમાં શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે સમય ગ્રુપ ના યુવાનો દ્વારા ફુટપાથ પર ઠંડીમાં થરથરતા પરમહંસોને સ્વેટર આપવા સહિત નાસ્તો ભોજન કરાવીને તેમના જઠરાગ્ની ઠાર્યા હતા તેથી આ સેવાભાવી યુવાનોની કામગીરીને શહેરીજનોએ બિરદાવી છે. પોરબંદરમા માનવ સેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરતું વધુ એક સેવા કાર્ય સમય ગ્રુપના સેવકો દ્વારા હાથ ધરાયું હતું જેમાં મનો દિવ્યાંગો તેમજ જરૂરીયાતમંદ લોકોને નવા કપડા, ધાબળા,સ્વેટર, ટોપી અને મોજા,બુટ, પહેરાવવામાં આવ્યા હતા
સુદામાનગરીમાં સમય ગ્રુપ ના સેવકો દ્વારા પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તાર માં પરમહંસો સુતા હોય ત્યાં ગ્રુપ ના સેવકોએ ત્યાં જઈને પરમહંસો ને નવા કપડા,સ્વેટર,ટોપી,ધાબળા મોજા,બુટ પહેરાવવામાં આવ્યા હતા ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને દિવસે દિવસે તેનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પોરબંદર ના અલગ અલગ વિસ્તારમાં જ્યાં પરમહંસો અને નિરાધારો બેઠા હોય ત્યાં સમય ગ્રુપના સેવકો નીકળી પડે છે માનવતા મહેકાવા આવે છે પરમહંસોને પુલાવ રાઈસ નો મસ્ત નાસ્તો કરાવવામાં આવ્યો હતો સાથે પાણીની બોટલ પીવડાવવામાં આવી હતી રાત્રે ઠંડીમાં ગરમા ગરમ કાવો પીવડાવી સાથે દક્ષિણા પણ આપવામાં આવે છે પોરબંદર શહેરમાં સમય ગ્રુપ દ્વારા પરમહંસ બેઠા હોય ત્યાં સમય ગ્રુપ ના સેવકો તેને ધાબળા, સ્વેટર,ટોપી, મોજા, બુટ પહેરાવવામાં આવે છે છાયા ચોકી પાસે, કમલાબાગ પાસે, રોકડિયા હનુમાન મંદિર, પાસે,લીમડા ચોક પાસે, નરસંગ ટેકરી સામે,જુના ફુવારા પાસે, વીરભનુ ની ખાંભી પાસે, પેરેડાઇઝ ફુવારા ની બાજુમાં,એમ જી રોડ પાસેથી સહિતના અલગ અલગ વિસ્તારોમાં યુવાનો રૂબરૂ જઈને પરમહંસોને ગરમ ધાબળા, સ્વેટર કપડા, ટોપી, મોજા,બુટ સહિતની વસ્તુ પહેરાવ્યા આવી
તીવ્ર ઠંડી વચ્ચે સેવાભાવી સંસ્થા સમય ગ્રુપ દ્વારા વર્ષોથી માનવસેવા કરતી સંસ્થા સમય ગ્રુપ દ્વારા અલગ અલગ ઋતુમાં જુદા જુદા પ્રકારની જરૂરિયાત પ્રમાણેની સેવા કરતી સંસ્થા છે,આ સંસ્થા ના સેવકોની આ સેવા પોરબંદર વાસીઓએ બિરદાવી રહ્યા છે શિયાળાની આકરી ઠંડી વચ્ચે માનવતાનો દીપક જગમગતો જોવા મળ્યો હતો તેથી આ આયોજનને સોએ બિરદાવ્યું હતું અને પોરબંદર વાસીઓએ સમય ગ્રુપના સેવાભાવી સભ્યોની પીઠ થાબડી હતી અને વધુને વધુ આવા કાર્યો હાથ ધરવામાં આવે તે માટે શુભેચ્છાઓ આપી છે.
21/12/2024/શુક્રવાર
જય જલારામ