ડો બાબાસાહેબ આંબેડકર વિશે બોલનાર  કેન્દ્રીય મંત્રી અમીત શાહ માફી માગે


આજ રોજ ડો આંબેડકર યુવા સંગઠન દ્વારા પોરબંદર જિલ્લા કલેકટર સાહેબ ને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત રત્ન બંધારણ ના ઘડવૈયા એવા ડો બાબાસાહેબ આંબેડકર વિશે કેન્દ્રીય મંત્રી અમીત શાહે ગેર જિમ્મેદાર બયાનથી અમારી લાગણી ને ઠેસ પહોંચી છે
ડો બાબાસાહેબ આંબેડકર એ અમારા માન સન્માન અને સ્વાભિમાન છે એ હતા એટલે અમો છીએ એમના સંવિધાન થકી આજે અમો એક માનવ સભ્યતા નો હીસ્સો બન્યાં છીએ
અમારા માટે ડો બાબાસાહેબ ખુદ એક સ્વર્ગ સમાન છે બીજા સ્વર્ગ ની અમોને જરૂર નથી
જો સંવિધાન નો સાચો ઉપયોગ થાય તો અમોને પણ સ્વર્ગ નો સ્વાદ ચાખવા મળે. સંસદ સભા મા
અમીત શાહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આંબેડકર આંબેડકર આંબેડકર એક ફેશન બની ગઇ છે પરંતુ આ સતા ના નશામાં ચૂર અમીત સાહેબ ને ખબર નહી હોય કે આંબેડકર એ ફકત અમારા માટે ફેશન નુ લેબલ નથી અમારા સ્વાસ ની ધડકન આંબેડકર છે
આંબેડકર અમારા આદર્શ છે અમારા પ્રેરણારૂપ છે અમારા ભગવાન પણ છે
આ તકે ડો આંબેડકર યુવા સંગઠન દ્વાર કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપ્યું હતું અને અમીતસાહ માફી માંગે એવી માંગ કરી હતી
આ તકે સંગઠન ના પ્રમુખ  નરેશભાઈ ઢાંકેચા ખજાનચી  મધુભાઈ જેઠવા વિવેકભાઈ વાડા નયનભાઈ જેઠવા બીપીનભાઇ ચુડાસમા ભાવેશભાઈ જેઠવા વિજયભાઈ જેઠવા સાથે વાલ્મીકિ સમાજના પ્રમુખ  વજુભાઈ.મહેનદ્રભાઈ અને રાજુભાઇ હરખાણી વગેરે લોકો જોડાયા હતા પ્રમુખ શ્રી નરેશભાઈ ઢાંકેચા

ડો આંબેડકર યુવા સંગઠન પોરબંદર

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!