વી.જે.મદ્રેસા ના ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સુર્યા ના પુત્ર અબ્દુલકાદિર ની શાદી ના અવસરે જશ્ને સમૂહ શાદી યોજાશે
10 દુલ્હા નિકાહ પઢશે
પોરબંદરમાં શૈક્ષણિક ક્ષેત્રે વર્ષો થી કાર્યરત અને છેલ્લા 20 વર્ષ થી વી.જે.મદ્રેસા ના ઓન. સેક્રેટરી તરીકે કામગીરી કરીને મુસ્લિમ સમાજ માં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવા સક્રિય પ્રયાસો કરવા ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ સેવા કાર્યો માં અગ્રેસર રહેનાર અને પોરબંદર-છાયા નગરપાલિકાના કાઉન્સિલર ફારૂકભાઈ સુર્યા ના પુત્ર અબ્દુલકાદિર ની શાદી ના અવસરે જશ્ને સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. 25-12-2024, બુધવારે સવારે 10:30 કલાકે હલીમા મસ્જિદ ખાતે 10 દુલ્હા નિકાહ પઢશે તેમજ વી.જે. મદ્રેસા ગર્લ્સ સ્કૂલ ખાતે એ જ સમયે દુલહનો માટે આમીન નો કાર્યક્રમ યોજાશે. તેમજ બપોરે જમણવાર નો કાર્યક્રમ ભાઈઓ માટે સંધિ જમાતખાના ખાતે અને બહેનો માટે ખત્રી જમાત ખાના ખાતે યોજાશે. સમૂહ શાદીની પૂર્વ સંધ્યા એ તા. 24-12-2024 ના રોજ રાત્રે 10:00 કલાકે વી.જે. મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ ના ગ્રાઉંડ મેમણવાડ પોરબંદર ખાતે મહેફિલે મિલાદ નો કાર્યક્મ યોજાશે.
સમૂહશાદી ના કાર્યક્રમો પોરબંદરની હલીમા મસ્જિદ ના પેશ ઇમામ હઝરત સૈયદ જલાલબાપુના અધ્યક્ષ સ્થાને યોજાશે તેમજ હઝરત અલ્લામા ગુલઝાર અહમદ નુરી સાહબ (જૂનાગઢ), ખલીફા એ હુઝૂર તાજુશરીયાહ વ ખલિફા એ અમીને મિલ્લત, હઝરત અલ્લામા વ મોલાના મુફ્તી અશરફરઝા સાહબ બુરહાની (રતનપુર ખેડા), તેમજ ખલીફા એ હુઝૂર તાજુશરીયાહ મોલાના હાજી યુસુફ દુફાની હસમતી (પોરબંદર) મહેમાને ખુશુસી તરીકે ખાસ ઉપસ્થિત રહેશે.
જશ્ને સમૂહ શાદીના આ કાર્યક્રમ માં તા. 25-12-2024 બુધવારે નિકાહ બાદ બપોરે 12:00 કાલે સંધિ જમાતખાના માં લગ્ન નોંધણી પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવશે. આ અવસરે સૈયદ સાદાત જમાત ના પ્રમુખ રશિદમીયા ગફારમિયા બુખારી, પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચેતનાબેન તિવારી, પોરબંદર છાયા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મનન ચતુર્વેદી તેમજ પોરબંદર સિપાઈ જમાત ના પ્રમુખ ફેઝલખાન હાજી બશીરખાન પઠાણ, સંધિ મુસ્લિમ જમાત મોટી પોરબંદર ના પ્રમુખ આરીફભાઇ હાજી કાસમભાઈ હાલાઈપૌત્રા, મુસ્લિમ ખત્રી જમાત પોરબંદરના પ્રમુખ નજીરભાઈ કારાતેલા, ખારવા સમાજ ના વાનોટ પવનભાઈ શિયાળ સહીત મુસ્લિમ જમાતની જુદી જુદી જમાતો, સામાજિક સંસ્થાઓ ના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે અને દુલ્હા – દુલહનો ને શુભેચ્છા પાઠવશે.