છાયા કન્યા શાળા માં બિઝનેસ સ્કીલ ડેવલપમેન્ટ વર્કશોપની ભવ્ય ઉજવણી
છાયામાં આવેલ એકમાત્ર સરકારી કન્યા શાળામાં બેગલેસ ડે ની ઉજવણીના ભાગરૂપે બિઝનેસ સ્કીલ ડેવલપમેન્ટ વર્કશોપ ની સુંદર ઉજવણી કરવામાં આવી. બાળકોમાં બાળપણથી જ બિઝનેસ સ્કીલ નો વિકાસ થાય તે માટે શાળા કક્ષાએ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. આ માટે બાળકો પોતાની જાતે તૈયાર કરેલ વાનગીઓ તથા હસ્તકલાની વસ્તુઓ, કટલેરી, સ્ટેશનરી વગેરેના સ્ટોલ તૈયાર કરવામાં આવેલા, જેનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા જ કરવામાં આવેલ. શાળાના બાળકો આ સ્ટોલની મુલાકાત લઈ ખૂબ આનંદિત થયેલા.. માત્ર વિદ્યાર્થીઓ જ નહી, પણ શાળાના શિક્ષકો, એસ.એમ.સી. ના સભ્યોએ પણ લાભ લીધેલ.. આ સ્ટોલમાં પાણીપુરી, ચણાચાટ, સેન્ડવીચ તથા મેંદુવડાના સ્ટોલ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શાળાના આચાર્યા એ જણાવ્યા અનુસાર શિક્ષણ ઉપરાંત બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા આવા વર્કશોપનું આયોજન ખૂબ જરૂરી છે.