“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” મિશન અંતર્ગ પોરબંદર બસ સ્ટેશન ખાતે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ યોજાયો

“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” મિશન અંતર્ગત આજરોજ પોરબંદર બસ સ્ટેશન ખાતે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ (એન.સી.ડી. સેલ) ભાવસિંહજી હોસ્પિટલ ના ક્લિનીકલ સાયકોલોજીસ્ટ દ્વારા પોરબંદર ડેપોના તમામ સ્ટાફને તેમજ મુસાફર જનતાને વિવિધ પ્રકારના માનસિક રોગો ના લક્ષણો, માનસિક બીમારી ના થાય તે માટે રાખવાની થતી જરૂરી કાળજી, અને ઉપચારો વિષે, તેમજ ભાવસિંહજી હોસ્પિટલ માં માનસિક બિમારી ની ઉપલબ્ધ સારવાર અંગે તેમજ
“ટેલી માનસ” મોબાઇલ કાઉન્સેલિંગ સુવિધા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવેલ હતી.
પોરબંદર ડેપોના ટ્રાફિક ઇન્સ્પેકટર એસ. જે. કડછા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પોરબંદર ડેપોના ડ્રાઇવર કંડકટર તથા તમામ ઓફિસ સ્ટાફ ઉપસ્થિત રહેલ હતા.
વિશેષ માં ડેપો મેનેજર પોરબંદર દ્વારા મુસાફર જનતાને બસ સ્ટેન્ડ ખાતે તેમજ બસમાં સ્વચ્છતા જાળવવા તેમજ મુસાફરી માટે એસ. ટી. નિગમની સેવાઓ નો વધુ માં વધુ લાભ લેવા નમ્ર અપીલ કરવામાં આવેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!