રાણાવાવ ખાતે થયું તાલુકા કક્ષાના ખેલોત્સવનું ભવ્ય આયોજન જેમાં 11 વર્ષથી લઈને 80 વર્ષસુધીના લોકોએ લીધો ભાગ

સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ એસોસીએશન, ફીટ ઈન્ડિયા મુવમેન્ટ તથા આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ ના સહયોગથી રાણાવાવ ખાતે તાલુકા કક્ષાના ખેલોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ખેલોત્સવનું આયોજન કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે નાના બાળકોથી લઈને મોટા વયોવૃદ્ધ લોકો પોતાના સ્વાસ્થ પ્રત્યે જાગૃત થાય, બાળકો મોબાઈલની ગેમ મૂકીને મેદાનમાં રમતો રમતા થાય તે મુખ્ય છે. રાણાવાવ તાલુકા કક્ષાના આયોજનમાં રાણાવાવમાંથી 100 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં 11 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના સિનિયર સીટીઝન જોડાયા હતા. દરેક ખેલાડીએ જુદી જુદી રમતોમાં ભાગ લઈને પોતાનું કરતબ બતાવ્યુ હતું. આ ખેલોત્સવમાં 100મી. દોડ, ગોળફેંક, દોરડાકૂદ, જલદચાલ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ્સ અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા અને દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. દરેક ખેલાડીઓ તથા વાલીશ્રીઑ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ એસોસીએશનના ચેરમેનશ્રી હસમુખભાઈ શીલું, નિવૃત PSI સુરેશભાઈ શીલુ, ખોજ સમાજના બરકતભાઈ પટ્ટણી મુખી સાહેબ, યાસીનભાઈ પીરાણી, કામડીયા સાહેબ, પ્રેસિડેન્ટ રાજુભાઈ ઢાલાણી, આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડના ચેરમેનશ્રી સોનલ સિંઘવાણી, હેલ્થ બોર્ડના ચેરમેન નફીસાબેન ઢાલાણી, મંડળીના મુખી સાહેબશ્રી હસનભાઈ સિંઘવાણી, કામડીયા સાહેબ, ઇકબાલભાઈ હેમનાણી, PGVCLના જુનીયર એંજીનીયર અશોકભાઈ નંદાણીયા, યોગ કોચ રાજેશભાઈ કકકડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ એસોસીએશનનાના વાઇસ ચેરમેન હાર્દિકભાઈ તન્ના, સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ એસોસીએશનના જનરલ સેક્રેટરી સોનીગ્રા દિપ, સોશિયલ મીડિયા ડાયરેક્ટર જીગ્નેશભાઈ સોલંકી, સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ એસોસીએશન – ગુજરાતના ચેરમેન વિશાખાબેન શીલું, ખજાનચી ધર્મીષ્ઠાબેન જેઠવા, સભ્ય હેતલબેન એન. જેઠવા, જાગૃતિબેન પાંજરી, ધ્યેય મોઢા સંપૂર્ણ મેનેજમેન્ટ ટીમ એ જહેમત ઉઠાવી હતી.
