મેફેડ્રોનના જથ્થા સાથે યુવક ઝડપાયો: રાજકોટ એસ.ઓ.જી.ની નાર્કોટીકસ વિરોધી ઝંઝાવાતી કાર્યવાહી

રાજકોટ શહેરમાં નશાખોરી વિરુદ્ધ ચલાવવામાં આવતા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત એસ.ઓ.જી. (નાર્કોટીકસ સેલ) દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા , એડિશનલ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડી.સી.પી. ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ તથા એ.સી.પી. ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થોની ખરીદ-વેચાણ અને સેવન પર લાગામ રાખવા માટે આપેલી સુચનાને અનુસરીને એસ.ઓ.જી.એ એક શખ્સને મેફેડ્રોન જેવા ઘાતક પદાર્થ સાથે ઝડપી પાડ્યો છે.

ઘટનાની વિગત અનુસાર, તા. ૨૮/૦૫/૨૦૨૫ના રોજ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ. જાડેજાની આગેવાની હેઠળ પોલીસ ટીમે બાતમીના આધારે કનક રોડ બસ સ્ટેન્ડ પાછળ જય અંબે ટી સ્ટોલ સામે જાહેર રોડ પરથી ધર્મેન્દ્ર ઉર્ફે નરેન્દ્ર ઉર્ફે લાલો ભાટીને પકડી પાડ્યો હતો. આરોપી બનાસકાંઠાના ભાભર તાલુકાના સણવા ગામનો નિવાસી હોવાનું બહાર આવ્યું છે.

આરોપી પાસેથી
મેફેડ્રોન (૯.૫૬ ગ્રામ) – રૂ. ૯૫,૬૦૦ ની કિંમતનો
સેમસંગ ટચ સ્ક્રીન મોબાઈલ ફોન – રૂ. ૫,૦૦૦ તથા રોકડ રકમ – રૂ. ૧૧૦
કુલ કિંમતી મુદ્દામાલ – રૂ. ૧,૦૦,૭૧૦/ કબજે કરાયેલ છે

આ કામગીરીમાં પો. હેડ કોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઈ રાઠોડ, દિગ્વિજયસિંહ ગોહિલ, હાર્દિકસિંહ પરમાર સહિતના અન્ય કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. FSLના અધિકારી  એફ.આઈ. કાદરી દ્વારા કબ્જે કરાયેલ પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર ઘટનામાં એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!