પોરબંદરના રાતડી ગામે ગેરકાયદેસર ખનન ઝડપાયું
તા.19/01/2025
કલેકટર પોરબંદરના માર્ગદર્શન તથા વડી કચેરીની સૂચના મુજબ ખાણ ખનીજ ટીમ પોરબંદર દ્વારા રાતડી ગામે આકસ્મિક તપાસણી હાથ ધરતા માલિક ભીમાભાઇ લાખાભાઇ મૂછારની માલિકીના કુલ 6 ચકરડી મશીન , 3 ટ્રેકટર તથા 3 જનરેટર દ્વારા બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીજના ગેરકાયદેસર ખનન માં ઉપયોગમાં આવતા હોવાથી અટકાયત કરી સીઝ કરી મિયાની મરીન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવેલ છે. તેમજ માપણી કરી આગળની નિયમોનુસારની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
મુદ્દામાલની અંદાજિત કિંમત 25 લાખ rs.

Please follow and like us:
CATEGORIES Porbandar
