સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલા મહાકુંભની સ્કૂલ બેન્ડ સ્પર્ધામાં આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમ દ્વિતીય ક્રમે વિજેતા



કલા મહાકુંભ અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમની દીકરીઓએ ભાગ લીધો હતો જેમાં જીલ્લા કક્ષાની સ્કૂલ બેન્ડ સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા બન્યા બાદ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં આગળ જવાનું હતું, જેમાં આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમ સ્કૂલ બેન્ડ દ્વિતીય ક્રમે વિજેતા થયું છે, અને આગળ રાજ્ય કક્ષાએ જવા ઉતીર્ણ થયું છે. આ બેન્ડમાં ધોરણ 9 તથા 11 ની કુલ 19 દીકરીઓએ સ્નેલ ડ્રમ, બેઈઝ ડ્રમ નાનું, બેઈઝ ડ્રમ મોટું, બ્યુગલ, ઝાંઝ તથા ઘૂઘર વગેરે સાધનોનો ઉપયોગ કરી બેન્ડ પ્રસ્તુત કર્યું હતું. આ બધાજ સાધનોની વચ્ચે સુસંવાદિતા ભર્યો સુમેળ સાધવા માટે સંગીતગુરુ જગદીશભાઈ વાઘેલા તથા હર્ષાબેન દેસારીએ ખૂબ ખંત અને મહેનતપૂર્વક દીકરીઓને તૈયાર કરી હતી. વિશિષ્ટ અભિનય દ્વારા કદમ તાલ સાથે બેન્ડ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જે તૈયાર કરવામાં સ્પોર્ટ્સ કોચ નિરાલીબેનનો પણ પ્રેમભીનો પરિશ્રમ પ્રાપ્ત થયો હતો. ત્યારે વિજેતા ટીમ તથા ગુરુજનોને સંસ્થાના ટ્રસ્ટીશ્રી જુહીબેન ચાવલા, કમલબેન મહેતા, ઉમાબેન મહેતા, સેક્રેટરી સુરેશભાઈ કોઠારી તથા યોગેશભાઈ શાહે શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા એમ આચાર્યા ડૉ.રંજના મજીઠીયાએ જણાવ્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!