શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આગામી તા.૨૨,૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ નાં રોજ ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન

શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આગામી તા.૨૨,૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ નાં રોજ ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન નું આયોજન કરેલ છે.
ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન તા.૨૨/૨/૨૦૨૫ ને શનિવાર નાં રોજ સવારે ૭-૦૦ કલાકે ૧ કી.મી.ની સ્પર્ધા અલગ અલગ વય જૂથ જેમાં ૬ થી ૧૪, ૧૪ થી ૪૦, ૪૦ થી ૬૦ અને ૬૦ થી ઉપરનાં ભાઇઓ/બહેનોની યોજાશે. તેમજ તા.૨૩/૦૨/૨૦૨૫ ને રવિવાર નાં રોજ સવારે ૭-૦૦ કલાકે ૫ કી.મી.ની સ્પર્ધા અલગ અલગ વય જૂથ જેમાં ૬ થી ૧૪, ૧૪ થી ૪૦, ૪૦ થી ૬૦ અને ૬૦ થી ઉપરનાં ભાઇઓ/બહેનોની યોજાશે
સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૨૦/૦૨/૨૦૨૫ રાખવામાં આવેલ છે. આ સ્પર્ધા ફક્ત પોરબંદર જિલ્લા પુરતી મર્યાદિત હોય પોરબંદર જિલ્લાનાં રહેવાસીઓએ જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
સ્પર્ધામાં ૧,૨,૩ રેન્ક મેળવવા માટે દરેક વય જુથનાં ગૃપમાં ૫ થી વધારે સ્પર્ધકો હશે તો જ રેન્ક આપવામાં આવશે.
રજીસ્ટ્રેશન ફોર્મ મેળવવા/જમા કરવા માટે :
૧. ચોપાટી સ્વિમિંગ પોઇન્ટ ખાતે પ્રતિકભાઇ ભટ્ટ(મો.નં.૯૮૭૯૬૦૯૫૨૫) તથા ભાવનાબેન ચામડીયા
૨. છાંયા પ્લોટ રોડ, શિવા બેકરી સામે, પાર્થભાઇ પટેલ મો.નં.૮૮૬૬૨૨૦૦૬૧
૩. શક્તિ જેમ્સ એન્ડ જ્વેલર્સ, અજયભાઇ લોઢીયા, મો.નં. ૯૮૨૫૭૩૧૯૨૨
આ સ્વિમિંગ કોમ્પિટિશનમાં પોરબંદર જિલ્લાના તરવૈયાઓ વધારે મોટી સંખ્યામાં ભાગ લે તે માટે શ્રીરામ પોરબંદર દ્વારા આમંત્રણ આપવામાં આવે છે
મનીષભાઇ માલવીયા
પ્રમુખ
શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, પોરબંદર
