પુલ તૂટવાની ઘટના બાદ તંત્રને આભ તૂટ્યું હોય એમ જાગ્યું – પોરબંદરમાં શરૂ થઈ તપાસની નાટકબાજી

મહીસાગર નદીપુલ દુર્ઘટના બાદ તંત્રને પોરબંદરના પુલોની ચિંતાએ સુતરાંવાવું શરૂ કર્યું, સ્થાનિકોના સવાલ – “પહેલાં શું ઊંઘતા હતા?”

પોરબંદર, તા.૧૧: મહીસાગર નદી પર આવેલા મુજપુરના પુલના તૂટી પડવાના ઘટનાક્રમ બાદ આખું રાજ્ય હચમચી ગયું છે. સમગ્ર ગુજરાતમાં પુલોની સ્થિતિ અંગે લોકોમાં ભયનો માહોલ છે, ત્યારે પોરબંદર જિલ્લામાં તંત્ર હવે ભલામણના નાટકમાં લાગી ગયું છે.

જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી માર્ગ મકાન વિભાગના ઇજનેર અને જીએમબીના અધિકારીઓ સાથે પુલોની ‘ચકાસણી’ કરવા નીકળી પડ્યા, પણ મોટો પ્રશ્ન એ છે કે – આવું પગલું આગોતરા પગલાં તરીકે કેમ નહીં લેવાયું?

વર્ષો સુધી જર્જરિત અને અવગણવામાં આવેલા પુલો હવે તંત્રની નજરે આવી રહ્યા છે, પરંતુ એ પણ અન્ય જિલ્લાની અકસ્માત બાદ! શું આપણા વિસ્તારમાં પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવી રહી હતી?

લકડી બંદર પુલની મુલાકાત બાદ કલેકટરએ વાહન નિયંત્રણ માટે જાહેરનામું કરવા સૂચના આપી છે – પણ સ્થાનિક લોકો પૂછે છે કે વર્ષોથી ખખડતા અવાજ કરતા પૂલોની કોઈ ‘ટેક્નિકલ તપાસ’ અત્યાર સુધી કેમ ન થઈ?

હકીકત એ છે કે આવી કારમેલી તંત્રશાહી પગલાં લેતી નથી, જ્યારે સુધી પુલ તૂટી ન જાય, માણસો ભોગ ન બને. આવા દૃષ્ટાંતે તંત્ર સામે નાગરિકોમાં વિશ્વાસ કટોકટીની તરફ વધી રહ્યો છે.

દર વર્ષે વરસાદ આવે, પાણી ચઢે, પુલો ધોવાઈ જાય, પણ તંત્ર જાગે ત્યારે જ – જ્યારે ઘટના બની જાય.
આવુ વિલંબિત ચિંતન જનહિત નહીં, પણ દેખાડા નું મૅનેજમેન્ટ વધુ લાગે છે. કે તંત્ર કઈક કરી રહ્યું છે એમ

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!