સંત શ્રી શિરોમણી બાબુજતીબાપુની જગ્યાશિવ શક્તિ આશ્રમ છાંયા ખાતે ભવ્ય ગુરપૂર્ણિમા મહોત્સવ યોજાયો

ગુરુપૂર્ણિમાના પાવન દિવસે સિદ્ધેશ્વર મહાદેવ અને સંત શ્રી શિરોમણી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી બાબુજતીબાપુના સાનિધ્યમાં શિવ શક્તિ આશ્રમ નવાપરા છાંયા પોરબંદર ખાતે ભવ્ય ગુરુ મહોત્સવ યોજાયો હતો જેમાં સવારે મહંત શ્રી ક્રિષ્નજતીબાપુ દ્વારા ગુરુ પૂજન અને અભિષેક તથા આશ્રમના અસંખ્ય સેવકો દ્વારા પૂજ્ય બાબુજતીબાપુની પ્રતિમાનું પૂજન દર્શન અને મહંત શ્રી ક્રિષ્નજતીબાપુ નું પૂજન કરવામાં આવ્યું હતું. સાંજે વિશાળ ભોજન મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજજારો ધર્મપ્રેમી ભાઈ બહેનોએ સહ પરિવાર દર્શન કરી ભોજન પ્રસાદી લીધી હતી. આ સમગ્ર આયોજન માં શિવ શક્તિ આશ્રમ મહંત શ્રી ક્રિષ્નજતીબાપુ ગુરુ શ્રી બાબુજતીબાપુ ના માર્ગદર્શન હેઠળ અસંખ્ય સેવકો એ સેવા આપી હતી

Please follow and like us:
