પોરબંદર વી.જે. મદ્રેસા હાયર સેકન્ડરી ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ નું ગૌરવ

B.B.A. Sem-2 માં 93.09% સાથે યુનિવર્સીટીમાં બીજો નંબર મેળવનાર સાટી સાનિયા સલીમ ઉપર અભિનંદન ની વર્ષા
પૂર્વકેબિનેટ મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા એ પણ પાઠવી શુભેચ્છાઓ
પોરબંદર વી.જે. મદ્રેસા હાયર સેકન્ડરી ઈંગ્લીશ મિડીયમ સ્કૂલમાં અભ્યાસ કરી ને હાલ વી.જે. મોઢા કોલેજ માં B.B.A. Sem-2 માં અભ્યાસ કરી રહેલ સાટી સાનિયા સલીમભાઈ એ B.B.A. Sem-2 ની પરીક્ષા માં 93.09% મેળવી ને યુનિવર્સીટીમાં બીજો નંબર મેળવ્યો છે.
સાટી સાનિયા સલીમભાઈ એ વી.જે. મદ્રેસા હાઈસ્કૂલ માં પ્રાથમીક થી હાયર સેકન્ડરી સુધી ઈંગ્લીશ મિડીયમ સ્કૂલમાં અભ્યાસ કરી ને આગળ ની કારકિર્દી માટે મોઢા કોલેજ માં એડમિશન મેળવ્યા બાદ આ સિદ્ધિ હાંસિલ કરી હોવાથી મદ્રેસા પરિવાર પણ ગૌરવ અનુભવે છે તેમ જણાવી ને મદ્રેસા ના ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સૂર્યા સહિત પ્રિન્સીપાલ અને સ્ટાફે શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવી ને આગામી સમય માં આવી અનેક સિદ્ધિઓ હાંસલ કરી પરિવાર, સ્કૂલ, પોરબંદર નું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વી.જે. મદ્રેસા હાયર સેકન્ડરી ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ માં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ એ જુદી જુદી કોલેજોમાં ઉચ્ચ શિક્ષણ મેળવી નોંધપાત્ર સિધ્ધિઓ મેળવેલ છે અને દર વર્ષે અહીં થી ધો. 12 પાસ કરીને જુદી જુદી કોલેજો માં એડમિશન લેનાર વિધાર્થિનીઓ હાલ પણ નોંધ પાત્ર સિદ્ધિઓ હાંસિલ કરી રહી છે.
પૂર્વ કેબિનેટમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ
ગુજરાત રાજ્ય ના પૂર્વકેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા એ સાટી સાનિયા સલીમભાઈ ને શુભેચ્છા સંદેશ મોકલ્યો છે જેમાં જણાવ્યું છે કે, B.B.A. સેમેસ્ટર – 2 ની પરીક્ષા માં 93.09% સાથે ઝળહળતી સફળતા મેળવી આપની કોલેજ, પરિવાર, જ્ઞાતિ અને જિલ્લાનું ગૌરવ વધવા બદલ આપને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું, આપ આપની શૈક્ષણિક કારકિર્દીમાં ઉતરોતર સફળતાનાં શિખરો સર કરો તેવી અંતર ની શુભકામનાઓ.
