બોખીરા ના દેવતણખી ધામના પ્રમુખ અશોકભાઈ સિદ્ધપુરાને અપાયો જ્ઞાતિ રત્ન એવોર્ડ

અનેકવિધ સમાજ સેવી સંસ્થાઓ સાથે જોડાઈને ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓ ની આહલેક જગાડનારા મૂળ મોઢવાડા ના યુવા આગેવાનને સામાજિક સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પણ આપવામાં આવી શુભેચ્છા

પોરબંદરના બોખીરા માં આવેલા દેવતણખી ધામ ધર્મસ્થાનના પ્રમુખ એવા લુહાર સમાજના યુવા આગેવાનનું જ્ઞાતિ રત્ન એવોર્ડ થી બગસરા ખાતે સન્માન કરવામાં આવતા તેમને શુભેચ્છા આપવામાં આવી છે.

મૂળ પોરબંદર નજીક મોઢવાડા ગામના વતની અને લુહાર સમાજના યુવા આગેવાન શ્રી અશોકભાઈ હિંમતભાઈ સિધ્ધપુરાએ
બોખીરાધામ ખાતે દેવતણખી બાપા ના ધાર્મિક સંસ્થાના પ્રમુખ તરીકે સંસ્થાને દેશ વિદેશમા ખ્યાતિ અપાવી છે. એક ધગશશીલ પ્રમુખ કાર્યકર તરીકે શ્રી અશોકભાઈ સિધ્ધપુરાને શ્રેષ્ઠ પ્રમુખ તરીકેની કામગીરીને ધ્યાનમાં લઇ બગસરા ખાતે શ્રી વિશ્વકર્મા યુવા કમિટી સમસ્ત લુહાર સમાજ દ્વારા જ્ઞાતિરત્ન એવોર્ડ આપી સન્માનિતકરવામાં આવ્યા જે ખરેખર ધન્યવાદને પાત્ર છે. સામાજિક સંસ્થાઓમા યુવાનોનું યોગદાન હોવું ખુબ જરૂરી છે. ત્યારે તેમની આ સીધી ને બિરદાવવામાં આવી છે

પોરબંદરની સામાજિક સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે અશોકભાઈ સિદ્ધપુરા નું વતન મોઢવાડા છે અને પોરબંદર અને કર્મભૂમિ બનાવ્યા બાદ અનેકવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમતી રાખે છે. બોખીરા ના દેવતણખી ધામ ધર્મસ્થાનના પ્રણેતા એવા આ યુવાને સમાજ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી છે અને તેથી જ તેમને સમસ્ત લુહાર સમાજના જ્ઞાતિ રત્નનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ત્યારે અમારી સંસ્થા તરફથી પણ હું તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સમાજ માટેની પ્રવૃત્તિઓ વધુને વધુ ઉત્સાહ સાથે કરતા રહે તેવી શુભેચ્છાઓ આપી રહ્યો છું તેમ રામદેવભાઈ મોઢવાડિયા એ ઉમેર્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!