ગુજરાતમાંથી માત્ર એક જ ખેલાડી જીતકુમાર જેઠવા છે કે જેઓ અંડર -14માં ઓપન સાઇટ રાયફલ શૂટિંગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ
પોરબંદર નુ ગૌરવ
જીત કુમાર જેઠવા કેન્દ્રીય વિદ્યાલય પોરબંદર ખાતે ધોરણ સાતમા અભ્યાસ કરે છે તેઓએ અંડર 14 માં સ્કૂલ ગેમ્સમાં અમદાવાદ ખાતે પ્રાદેશિક કક્ષાએ ઓપન સાઈટ રાઇફલ શૂટિંગમાં સિલ્વર મેડલ મેળવીને પોરબંદર નુ ગૌરવ વધાર્યું છે તેઓ સ્કૂલ ગેમ્સ ઓફ ઇન્ડિયા અંતર્ગત દિલ્હી ખાતે યોજાયેલ સ્પર્ધામાં ઓપન સાઈટ રાયફલ શૂટિંગમાં ભાગ લઈ તેઓએ પાંચમો ક્રમ મેળવીને પોરબંદર તથા ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે
સ્કૂલ ગેમ્સ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેમની પસંદગી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા(S.G.F.I) માં કરવામાં આવી છે જે ગુજરાતમાંથી માત્ર એક જ ખેલાડી છે કે જેઓ અંડર -14માં ઓપન સાઇટ રાયફલ શૂટિંગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
જીતકુમારે તાપી ઓપન ડિસ્ટ્રીક શુટીંગ ચેમ્પિયનશિપ 2022 માં ભાગ લઈ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. તેમણે ઓપન સાઈટ રાયફલ શૂટિંગની વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોરબંદર તથા ગુજરાત નું ગૌરવ વધાર્યું છે