પોલીસ વિભાગના ગૌરવ એવા એ.એસ.આઈ. આશિષ ચૌહાણ ને પી.એસ.આઈ. તરીકે બઢતી મળતા અભિનંદન

પી.એસ.આઈ.આશિષ ચૌહાણ ની સફર ની વાત કરીએ ૨૦૧૪ માં વાયરલેસ વિભાગમાં એ.એસ.આઈ. તરીકે પોલીસ વિભાગમાં નોકરીની શરૂઆત કરી. ટ્રેનિંગ બાદ રાજપીપળા(નર્મદા) જીલ્લા માં એસ.પી.ઓફિસમાં વાયરલેસ વિભાગમાં ૪ વર્ષ ફરજ નિભાવેલ. ત્યારબાદ બદલીમાં પોરબંદર ખાતે આવતા પોરબંદર એસ.પી. ઓફિસમાં વાયરલેસ વિભાગ માં છેલ્લા ૬ વર્ષ ઉપરથી ફરજ બજાવેલ. ૨૦૨૧ થી વાયરલેસની સાથે સાથે સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવેલ. જેમાં શ્રીચૌહાણ સર દ્વારા અનેક સાયબરક્રાઇમ ના કેસ સોલ્વ કરેલા. અનેક અરજદાર ને તેઓના ગયેલા નાણાં પરત કરાવેલા. તથા સાયબર ક્રાઈમ અવરનેસ ના અનેક સેમિનાર કરી ને હજારો લોકો ને જાગૃત કરવાનું મહત્વનું કામ કરેલ. અનેક લોકો ને સાયબર ક્રિમીનલ દ્વારા થતા બ્લેકમેલિંગથી બચાવેલા. આવા ઉમદા કામ બદલ પોરબંદર જનતા આપને આભાર વ્યક્ત કરે છે. અને આગળ ઉતરોતર પ્રગતિ કરો એવી શુભેચ્છા પાઠવે છે.
