પોરબંદરની કોર્ટ દ્વારા રૂપિયા સાડાપાંચલાખ ના ચેકની ફરીયાદમાં સજા કરતી કોર્ટ

પોરબંદર તાલુકાના રાતડી ગામે રહેતા રાણાભાઈ ગીગાભાઈ કેશવાલા દ્રારા પોતાના ખેતરમાં જીરૂ વાવેલા હોય અને તે જીરૂ ની ખરીદી પાલખડામાં રહેતા વસંતભાઈ રણછોડભાઈ મહેતા કે જે ખેડૂતો પાસેથી તેને ઉગાડેલી મોલાત ની ખરીદી કરતા હોય અને તે રીતે વેપાર ધંધો કરતા હોય તેઓએ ફરીયાદી રાણાભાઈ ના ખેતરમાં વાવેલા જીરૂ ની ખરીદી કરેલી હતી. અને તેની રકમ ચુકવવા માટે રૂા.૫,૪૫,૨૬૫/- અંકે રૂપિયા પાંચલાખ પીસતાલીસહજાર બસો પાસઠ પુરા નો ચેક આપેલો હતો અને તે ચેક પાસ થઈ જશે તેવા ખાત્રી અને વિશ્વાસ આપેલા હતાં. અને તેના આધારે જીરૂનો પાક લઈ ગયેલા હતાં. પરંતુ ચેકની તારીખે એટલે કે, તા.૨૩/૦૮/૨૦૨૧ નાંરોજ ચેક વગર વસુલાતે પરત ફરતા ફરીયાદીએ તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઈ મુજબ ફરીયાદ દાખલ કરેલી હતી. અને તે અનુસંધાને અલગ અલગ ડોકયુમેન્ટો ૨જુ કરેલા હતાં. તેમજ તે સંબંધે વિગતવાર લેખીત દલીલ રજુ કરી તે સાથે નામદાર ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરેલા હોય અને તે રીતે નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઈ મુજબ જયા૨ે કાયદેસરના લેણાં સંબંધેનો ચેક આપેલો હોય અને તેમાં ચેક આપનારની સહી હોય ત્યારે નામદાર કોર્ટે તે સંબંધે કડક વલણ અપનાવી અને સજા કરવી જોઈએ તેવુ હાઈકોર્ટે તથા સુપ્રિમ કોર્ટે અનેક ચુકાદામાં ઠરાવેલુ હોય અને તે રીતે હાલના કેસમાં ફરીયાદીએ પોતાની ફરીયાદ સંપુર્ણપણે સાબીત કરેલી હોય અને તેથી જ પો૨બંદ૨ના એડીશ્નલ ચીફ જયુડી. મેજી. મેડમ કોમલ રાઠોડ દ્રારા આરોપીને ૧(એક) વર્ષની સાદી કેદની સજા તથા ચેક મુજબની રકમ રૂા.૫,૪૫,૨૬૫/- અંકે રૂપિયા પાંચલાખ પીસતાલીસહજાર બસો પાસઠ પુરા વળતર પેટે ૨કમ ચુકવવાનો હુકમ ક૨ેલ છે.
આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારધી ૨મેશ ગોઢાણીયા રોકાયેલા હતાં.
