ભાજપનું ઇન્જેક્શન – રામજાણે !

(✍️નિમેશ ગોંડલીયા વિશ્લેષણાત્મક લેખ)

રાજકારણ એટલે-only survival of the sharpest. અહીં જે લોકો સીધી વાત કરે છે તેઓ ક્યારેક પક્ષની અંદર જ અન્યાયનો ભોગ બને છે. આવી જ ઘટના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સાથે વારંવાર બની રહી છે. સીધો સ્વભાવ, ખુલ્લું બોલવું અને પ્રદેશ તથા કેન્દ્રના નેતાઓ સામે સ્પષ્ટ વલણ વ્યક્ત કરવું એમના સ્વભાવ પ્રમાણે રાજકીય અભિગમ છે.

અવગણના અને આમંત્રણ વિવાદો:

તાજેતરમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં. 13 અને 14માં આયોજિત નંદઘર લોકાર્પણ કાર્યક્રમમાં આમંત્રણ પત્રિકામાંથી રાજ્યસભાના સાંસદ તરીકે રામભાઈનું નામ જાણી  વિચારીને દૂર રાખવામાં આવ્યું હોય તેમ સ્પષ્ટ પણે લાગી રહ્યું હતું . રામભાઈ એ સોશિયલ મીડિયામાં તેનો પ્રતિસાદ આપતા  એવો સંકેત આપ્યો કે, “જીવનમાં સાચું બોલનારો વ્યક્તિ ઇન્જેક્શન જેવો હોય છે  જેનાથી  થોડીવાર દુખાવો થાય પણ આજીવન  ફાયદાકારક હોય છે.”

આ પહેલાં પણ પોરબંદર ભાજપ કાર્યાલય લોકાર્પણ દરમિયાન રામભાઈનું નામ તકતી માંથી ગાયબ હતું પણ મીડિયા દ્વારા મુદ્દો ઉઠાતા બાદમાં નામ ઉમેરાયું હતું.

શબ્દોની ચળકાટ, મનની અસર:

રામભાઈના કેટલાક વિચારો અને ટિપ્પણીઓ તેમની અંદરની વેદનાને પોકારતી હોય તેવું લાગતું હોય છે. પરંતુ તેમનું સાફ અને નિર્ભય વ્યક્તિત્વ તેમને “પાર્ટીનું ઇન્જેક્શન” બનાવે છે – જેમના શબ્દો થોડા સમય માટે દુખ આપે પણ લાંબા ગાળે લાભદાયક સાબિત થાય છે.

શું રામભાઈને પાર્ટી ફરીથી મોટા પદ પર બિરાજમાન કરશે?

રામભાઈ મોકરિયાના રાજ્યસભા કાર્યકાળના હવે માત્ર ચાર મહિના બાકી છે. આવા સમયે પાર્ટી અદુરદર્શી બની જાય અને એમના જેવા નિષ્ઠાવાન નેતાને પાછા લાવવાનો પ્રયાસ ન કરે તો તે કોંગ્રેસ કે અન્ય પક્ષો માટે માર્ગ મોકળો બની શકે છે.
તેમનો લોકસંપર્ક, જિલ્લા કક્ષાએ લોકપ્રિયતા અને યુવાઓમાં પોઝિટિવ ઇમેજ તેમને રાજકીય રીતે શક્તિશાળી બનાવે છે. જો પક્ષે યોગ્ય સમયે યોગ્ય મૂલ્યાંકન કર્યું, તો રામભાઈનું ઈન્જેક્શન ભાજપ માટે નવી તાજગી લાવી શકે છે.

“રાજકારણમાં ઇન્જેક્શન જેવી વ્યક્તિઓ ઓછી હોય છે, અને જ્યારે હોય ત્યારે એ વ્યક્તિઓના શબ્દો દુખાવો આપે છે પણ એ જ ભાવિ મજબૂત કરે છે.”

રામભાઈ મોકરિયા એ એવી દવા છે – પાર્ટી ઇચ્છે તો એમાથી દમદાર રાજકીય લીડરશિપ નીકડી શકે છે… નહિતર ઈતિહાસ આપમેળે પોતાનું ફોર્મ્યુલા બદલે છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!