રાજકોટ જીવનનગરમાં શુક્રવારે સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી થશે

શુક્રવારે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજાશે.

વોર્ડ નં. ૧૦ ના ભા.૪.૫. ના હોદેદારો હાજરી આપશે.

રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નં.

૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળ ઉપક્રમે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મહાદેવધામના પટાંગણમાં ધ્વજવંદન સાથે રાષ્ટ્રીય એકતા રેલી, મશાલ સરઘસ, શૌર્ય ગીત, વેશભૂષા સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સમિતિ છેલ્લા ૪૪ વર્ષથી રાષ્ટ્રીય ત્યૌહારના આયોજનોમાં અગ્રેસર છે.

જાથાના પ્રમુખ જયંત પંડયાએ જણાવ્યું કે જીવનનગરમાં સામાજિક, રાષ્ટ્રીય, સેવાકીય, સાંસ્કૃતિક ઉત્સવ અંતર્ગત કાર્યક્રમો યોજાય છે. ગુજરાતભરમાં સમિતિની પ્રવૃત્તિ અગ્રેસર છે. તા. ૧૫ મી શુક્રવારે સવારે સાડા આઠ કલાકે જીવનનગર ચોકમાં દેશપ્રેમ-દેશદાઝ, રાષ્ટ્રીય પર્વ અન્વયે કાર્યક્રમો યોજાનાર છે. રાષ્ટ્રીય એકતા રેલી માર્ગો ઉપર નીકળી દેશપ્રેમના સુત્રોચ્ચાર કરશે. રહીશોના સંતાનો વેશભૂષા પરિધાન કરશે. ઉપરાંત છાત્ર-છાત્રાઓનું સન્માન થશે. સમિતિએ જનજાગૃતિ માટે મશાલ સરઘસમાં જ્યોત પ્રગટાવી મહિલાઓ આગેવાની લેવાના છે. ભારતીય તિરંગા સાથે છાત્રાઓ અગ્રેસર રહેશે.

રાષ્ટ્રીય પર્વમાં પ્રદેશ ભા.જ.૫. ના મંત્રી બીનાબેન આચાર્ય, કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, નીરૂભા વાઘેલા, જયોત્સનાબેન ટીલાળા, ડૉ. રાજેશ્રીબેન ડોડીયા, પૂર્વ નગરસેવક પરેશભાઈ હુંબલ, નીતાબેન વઘાસીયા, અશ્વિનભાઈ ભોરાણીયા, શહેર ભા.જ.૫. ના હરેશભાઈ કાનાણી, વિજયભાઈ પાડલીયા, વોર્ડના પ્રભારી રઘુભાઈ ધોળકીયા, પૂર્વ પ્રમુખ રજનીભાઈ ગોર, પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, રત્નદિપસિંહ જાડેજા, મેહુલભાઈ નથવાણી, અશ્વિનભાઈ કોરાટ, મહેન્દ્રસિંહ ચુડાસમા, હેમાંગ માકડીયા, કેતન મકવાણા, વિપુલ પંડયા, વિનોદરાય ભટ્ટ, મહિલા મોરચાના મયુરબેન ભાલારા સહિત આગેવાનો હાજરી આપવાના છે.

છાત્ર-છાત્રાઓ સાંસ્કૃતિક કાર્યક્રમ વિવિધતાથી રજૂ કરશે. રાષ્ટ્રીય પર્વની તૈયારી સમિતિના પ્રમુખ જયંત પંડયા, અંકલેશ ગોહિલ, વિનોદરાય ભટ્ટ, પંકજભાઈ મહેતા, ડૉ. તેજસ ચોકસી, મુકેશભાઈ પોપટ, વિનોદરાય ઉપાધ્યાય, પાર્થ ગોહેલ, મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, શોભનાબેન ભાણવડિયા, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, ભારતીબેન રાવલ, આશાબેન મજેઠીયા, હર્ષાબેન પંડયા, અલ્કાબેન પંડયા સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

અંતમાં જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, બ્રહ્મસમાજ, તિરૂપતિ, સૌ. કલા કેન્દ્ર, રાવલનગર, શિવપરા આસપાસના રહીશો ધ્વજવંદનમાં ભાગ લેવાના છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!