વિશ્વ સિંહ દિવસ અંતર્ગત જી એમ સી સ્કૂલ દ્વારા સિંહોના સંરક્ષણ અને જાગૃતિ માટે સંદેશ આપ્યો


વિશ્વ સિંહ દિવસ અંતર્ગત જી એમ સી સ્કૂલ દ્વારા મહારેલી નું આયોજન કરી સિંહોના સંરક્ષણ અને જાગૃતિ માટે સંદેશ આપ્યો હતો.
વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટે ઉજવવામાં આવે છે, જે સિંહોના સંરક્ષણ અને જાગૃતિ માટે સમર્પિત છે. વિશ્વ સિંહ દિવસ એ એશિયાઈ સિંહોની સંરક્ષણની જાગૃતિ લાવવા માટેની એક મહત્વપૂર્ણ પહેલ છે. આ દિવસની સ્થાપના 2013માં બિગ કેટ રેસ્ક્યુ દ્વારા કરવામાં આવી હતી, જે સિંહોની ઘટતી વસ્તી અને તેમના કુદરતી રહેઠાણોમાંના જોખમોને પ્રકાશિત કરવા માટે રચાયેલું છે.
જી એમ.સી સ્કૂલ ના વિદ્યાર્થીઓ ની એક વિશાળ રેલી યોજી પ્રિન્સિપાલ અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ ગુજરાત ના ગૌરવ ગીરના સિંહ ના સંરક્ષણ નો સંકલ્પ કરીએ તેવા બેનર હેઠળ સિંહોના સંરક્ષણ અને જાગૃતિ માટે સંદેશ આપ્યો હતો. વિવિધ વાહનો માં સિંહોના સંરક્ષણ અને જાગૃતિ માટે સ્ટીકર લગાડવામાં આવ્યા હતા, અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
