નેશનલ સ્પોર્ટ્સ ડે’ ની ઉજવણી અંતર્ગત વી.જે.મદ્રેસા બોયઝ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડવામાં આવી

ભારતના ખેલકૂદ જગતના દિગ્ગજ મેજર ધ્યાનચંદે ભારતીય રમતગમતમાં આપેલા યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે 29 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ એટલે કે ‘રાષ્ટ્રીય રમત-ગમત દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે, નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે 29 થી 31 ઓગસ્ટ, 2025 સુધી ત્રણ દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી જાહેર કરી છે. ‘એક ઘંટા ખેલ કે મૈદાન મેં’ (એક કલાક રમત-ગમતના મેદાનમાં) અને ‘હર ગલી હર મૈદાન, ખેલે સારા હિંદુસ્તાન’ (દરેક ગલી દરેક મેદાન, રમે આખું હિંદુસ્તાન) જેવા નારા સાથે આ વર્ષે સમગ્ર રાષ્ટ્ર ખેલકૂદ, ઉત્સાહ અને એકતાનો આ 3 દિવસીય રાષ્ટ્રવ્યાપી ઉત્સવ ઉજવી રહ્યો છે ત્યારે પોરબંદરની વી.જે. મદ્રેસા સ્કૂલ ખાતે પ્રિન્સિપાલ ઇસ્માઇલ મુલતાનીના માર્ગદર્શન હેઠળ નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ ને વિવિધ રમતો રમાડવામાં આવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!