૧૪૩ વર્ષ જુની વકિલાતની પેઢી ધરાવતા એડવોકેટ ભરતભાઇ લાખાણીની પોરબંદર બાર કાઉન્સીલમાં કો-ઓપ. તરીકે નિમણુંક

સમગ્ર ગુજરાતના વકિલોનુ સંચાલન કરતી અને વકિલોના હિતમાં કામ કરતી બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તરીકે ઓળખાતી સંસ્થા કે જેમાં પોરબંદર વકિલ મંડળના ઇતિહાસમાં કયારેય કોઇ સભ્ય બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર તરીકે ચુટાયેલ નથી કે કો-ઓપ તરીકે નિમણૂક કરવામાં આવેલ નથી પરંતુ પોરબંદરમાં સતત ૬ પેઢીથી એટલે કે ૧૪૩ વર્ષો થી એકધારા વિકલાતના વ્યવસાય સાથે સંકળાયેલા એડવોકેટ ભરતભાઇ ભોગીભાઇ લાખાણીની બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં એક વર્ષ માટે કો-ઓપ મેમ્બર તરીકે નિમણુંક થયેલ છે અને તેઓને ડીસીપ્લીનરી એટલે કે ગુજરાતના કોઇપણ એડવોકેટ સામે કોઇ પ્રકારની ફરીયાદ થાય તો આવી ફરીયાદ નિવારણ સમિતિના સભ્ય તરીકે કામગી૨ી ક૨વા માટે નિમણુંક થયેલ છે. અને તે રીતે પોરબંદર ડિસ્ટ્રીકટ બાર એસોસીયેશનનુ ગૌરવ વધારેલ છે અને તેથી જ તારીખઃ ૧૨-૦૫-૨૦૨૩ ના રોજ પોરબંદર ડિસ્ટ્રીકટ બાર એસોસીયેશનની ખાસ મિટિંગમાં વિદાયમાન થતા જજોની વિદાય પાર્ટી સાથે એડવોકેટ શ્રી ભરતભાઇ લાખાણીનું પણ સન્માન કરવામાં આવેલુ અને તમામ વિકલોએ આ નવી સિધ્ધીના સોપાનને તે આવકારેલ હતુ. અને તે રીતે પોરબંદર જિલ્લાના વકિલોના પ્રશ્નોને હવે વાચા મળશે અને વકિલોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં પ્રતિનિધિ તરીકે ભરતભાઇનો અવાજ સંભળાશે તેવી કિલ મંડળ પણ અપેક્ષા રાખી રહી છે. અને આ નિમણુંક કરાવવા માટે જામનગરના એડવોકેટ અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન મનોજભાઇ અનડકટ દ્વારા જહેમત લઇ પોરબંદર જિલ્લાને પ્રતિનિધિત્વ મળે તેવા હેતુથી આ નિમણૂંક કરાવેલ છે જે સૌ એ ઉમળકાથી આવકારેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!