ગુજરાતના દરિયામાં ઈરાની બોટ ‘અલ મુખ્તાર’ સાથે ૪ વિદેશી નાગરિકો અને ૨૦૦ પેકેટ સિગારેટ ઝડપાયા: તપાસ માટે પોરબંદર લવાયા

ભારતીય દરિયાઈ સીમામાં સતર્કતા વધારતા ઇન્ડિયન કોસ્ટગાર્ડના શિપ દ્વારા એક શંકાસ્પદ ઈરાની બોટ ‘અલ મુખ્તાર’ ને ઝડપી પાડવામાં આવી છે. આ બોટમાંથી ૪ ઈરાની નાગરિકો અને આશરે ૨૦૦ પેકેટ વિદેશી સિગારેટનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

​કોસ્ટગાર્ડ દ્વારા આ બોટ અને તેમાં સવાર તમામ શખ્સોને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે પોરબંદર જેટી ખાતે લાવવામાં આવ્યા છે. આ કેસની ગંભીરતાને જોતા હવે પોરબંદર પોલીસ પણ આ સંયુક્ત તપાસમાં જોડાશે. પકડાયેલા ઈરાની નાગરિકો કયા ઈરાદાથી અને કોના ઈશારે ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હતા, તેની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. હાલ પોરબંદર જેટી પર કોસ્ટગાર્ડ અને અન્ય એજન્સીઓ દ્વારા સઘન સર્ચ ઓપરેશન અને તપાસની કામગીરી ચાલુ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!