ધો.૧૦ & ૧૨ ની બોર્ડની પરિક્ષા હાલની સ્થિતિમાં મોકૂફ રાખવા પોરબંદર જિલ્લા NSUI ની શિક્ષણ અધિકારીને રજૂઆત
- ..
- ધો.૧૦ & ૧૨ ના વિધાર્થીઓને હાલની સ્થિતિમાં શાળા પર બોલાવવામા આવે નહિ, તાત્કાલિક ધોરણે પરિપત્ર જાહેર કરી પ્રત્યેક શિક્ષણ બંધ કરવા માંગ કરી
- શિક્ષણ અધિકારીએ આપી ખાત્રી આજે પરિપત્ર જાહેર કરાશે આવતી કાલથી શાળા પર વિધાર્થીઓને બોલાવાશે નહિ
COVID-19 ની પરિસ્થિતિ દિવસે-દિવસે વિકટ થતી જાય છે આ પરિસ્થિતિ ક્યારે સામાન્ય થશે એ હજુ નક્કી નથી ત્યારે આગામી મે મહિના મા ગુજરાત બોર્ડ દ્વારા ધો.૧૦ & ૧૨ ની પરિક્ષા જોહેર કરવામાં આવી છે તાત્કાલિક ધોરણે આવી સ્થિતિમાં મોકૂફ રાખવામા આવે તેવી માંગ પોરંબદર જિલ્લા NSUI દ્વારા શિક્ષણ અધિકારી સમક્ષ કરાઇ હતી... CBSE બોર્ડ દ્વારા ધો.૧૦ ની પરિક્ષા રદ અને ધો.૧૨ ની પરિક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છો તો ગુજરાત બોર્ડ કેમ પરિક્ષા લેવા માટે ઉતાવળ કરી રહ્યું છે ?? શા માટે વિધાર્થીના ભાવિ જોખમમાં મુકે છે ??? “ પરિક્ષા જરૂરી છે પણ જીવન થી વધારે નહી “ ત્યારે આ બાબતે તાત્કાલિક ધોરણે ગુજરાત બોર્ડ વિધાર્થીઓના હિતમા નિર્ણય લઇ પરિક્ષા મોકૂફ રાખે તેવી પોરબંદર જિલ્લા NSUI ની માંગ છે.. થોડા દિવસ પહેલા શિક્ષણમાંથી જ પરિપત્ર જાહેર કરાયો છે કે આવી વિકટ પરિસ્થિતિમાં તમામ શિક્ષણ કાર્ય પ્રત્યેક રીતે બંધ કરવામાં આવે તો પછી ધોરણ-૧૦ અને ૧૨ ના વિધાર્થીઓને શા માટે શાળા પર બોલાવવા આવે છે ??? જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ દ્વારા શિક્ષણ અધિકારીને કહેવાયુ હતું કે જો કોઇ પણ વિધાર્થીઓને COVID-19 પોઝિટિવ આવ્યો તો જવાબદાર કોણ ?? શા માટે વિધાર્થીઓના જીવન ને જોખમમાં મુકવામા આવે છે ?? સરકાર આ બાબતે કોઇ પરિપત્ર કરે કે નહિ પરંતુ આપ એક અધિકારી છો તાત્કાલિક ધોરણે આવી વિકટ પરિસ્થિતિમા ધો-૧૦ અને ૧૨ નું પ્રત્યેક શિક્ષણ બંધ કરવા તમામ શાળાઓને આદેશ કરવામાં આવે... આ બાબતને ધ્યાને લઇ વિધાર્થીઓના હિતમા નિર્ણય કરવા DEO ખાત્રી આપી આવતી કાલથી તમામ શાળામાં ધો-૧૦ & ૧૨ નું શિક્ષણ પ્રત્યેક રીતે બંધ કરાશે માત્ર ઓનલાઇન શિક્ષણ કાર્ય ચાલુ રહેશે.. પોરબંદર NSUI એ વિધાર્થી વતી DEO આભાર વ્યક્ત કયો હતો..
આ સમયે પોરબંદર જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ, ઉમેશરાજ બારૈયા,જયદિપ સોલંકી,યશ ઓઝા, રાજ ઓડેદરા જોડાયા હતા
Please follow and like us:
CATEGORIES Porbandar