પોરબંદર : નાગકાના વાડી વિસ્તારમાં રહેતી મહિલાની ૧૦૮ વાનમાં કરાવાઇ પ્રસૂતિ

સમય સૂચકતાને ધ્યાને લઇ ૧૦૮ ની ટીમે માર્ગ વચ્ચે મહિલાની પ્રસુતિની સરાહની કામગીરી કરી હોવાથી માતા સંતાનો જીવ બચ્યો
પોરબંદર, તા. ૨૩ :
પોરબંદરના નાગકાના વાડી વિસ્તારમાં રહેતી મહિલાની ૧૦૮ વાનમાં પ્રસૂતિ કરાવાઇ હતી. સમય સૂચકતાને ધ્યાને લઇ ૧૦૮ ની ટીમે માર્ગ વચ્ચે મહિલાની પ્રસુતિની સરાહની કામગીરી કરી હોવાથી માતા સંતાનો જીવ બચ્યો હતો. પોરબંદર નજીકના નાગકા ગામના વાડીવિસ્તારમાં રહેતી એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા અડવાણા ૧૦૮ની ટીમે તેને એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવી હતી. નાગકા ગામના વાડી વિસ્તારમાં રહેતા મજુર મહિલાને ત્રીજી ડિલિવરી હોય, પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. ઈ.એમ.ટી. અમીનભાઈ દલ અને પાયલોટ દિપકભાઇ વાજાએ સ્થળ ઉપર પહોંચી મહિલાને વધુ પીડા ઉપડતા સમય સૂચકતાને ધ્યાને લઇ માર્ગ વચ્ચે જ ડિલિવરી કરવાનો નિર્ણય કર્યો હતો. હેડ ઓફિસ પર રહેલા ફીઝીશ્યન ડો સૌરવના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત તથા મળેલ તાલીમની મદદથી મહિલાને ૧૦૮ માં ડીલેવરી કરાવી હતી. અને માતા સંતાનનો જીવ બચાવ્યો હતો. એમ્બ્યુલન્સ વાનમાં પ્રથામિક સારવાર આપ્યા બાદ સરકારી હોસ્પિટલ અડવાણા વધુ સારવાર માટે સિફ્ટ કર્યા હતા. ૧૦૮ ની સેવાએ આધુનિક સમયમાં મહત્વની સાબિત થઇ રહી છે, સંતાનનો જન્મ થતા ઈ એમ ટી અમીનભાઈ દલ પાઇલોટ દિપકભાઇ વાજા, અડવાના ૧૦૮ ટીમને જિલ્લાના પ્રોગ્રામ મેનેજર મહેન્દ્ર ચૌહાણ, જિલ્લા કો-ઓર્ડીનેટર જયેશગીરી મેઘનાથીએ બિરદાવી હતી.
