જેસીઆઈ પોરબંદરની ટીમનો શપથવિધિ સમારોહ યોજાયો.



પોરબંદરના સામાજિક વિકાસમાં જેસીઆઈનું મહત્વનું યોગદાન

જેસીઆઈ (જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ) પોરબંદર વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક કાર્યો માટે 11 વર્ષ પૂર્ણ કરી શહેરની અગ્રીમ હરોળની સંસ્થા બની ચુકી છે, ત્યારે જેસીઆઈ પોરબંદરના વર્ષ 2025ના પ્રમુખ અને ટીમનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. નવનિયુક્ત પ્રમુખ તરીકે રાધેશ દાસાણી, સેક્રેટરી સમીર ધોયડા અને સમગ્ર ટીમે પોરબંદરને વર્ષ દરમિયાન સુંદર કાર્યક્રમોની ભેટ આપવાનો કોલ આપ્યો હતો.

■ પોરબંદરમાં JCIનું મહત્વપૂર્ણ યોગદાન :
પોરબંદરમાં વર્ષ 2014માં લાખણશી ગોરાણીયાના નેતૃત્વ હેઠળ જેસીઆઈ પોરબંદર પ્લસની સ્થાપના કરવામાં આવી હતી, ત્યાર પછી બિરાજ કોટેચા, સંજય કારીયા, કલ્પેશ અમલાણી, સંદીપ કાનાણી, તેજશ બાપોદરા, નિલેશ જોગીયા, હાર્દિક મોનાણી, રોનક દાસાણી, સાહિલ કોટેચા અને આકાશ ગોંદીયા સહિત પ્રમુખોએ જેસીઆઈ પોરબંદરને સુંદર નેતૃત્વ પૂરું પાડ્યું હતું. 11 વર્ષની મંજીલ કાપી ચુકેલી આ સંસ્થાના દરેક પ્રમુખોના અથાગ પ્રયત્નો અને સમગ્ર ટીમના સુંદર સંકલનથી પોરબંદરને અનેકવિધ કાર્યક્રમોની ભેટ આપી છે. આ ઉપરાંત જેસીઆઈ પોરબંદરના આઠ જેટલા સભ્યો ઝોન કક્ષાએ જુદા જુદા હોદ્દાઓ ઉપર સેવા આપી ચુક્યા છે. લાખણશી ગોરાણીયા અને બિરાજ કોટેચાએ રાષ્ટ્રીય કક્ષાએ પણ નેતૃત્વ કરી પોરબંદરનું નામ રોશન કર્યું છે. આમ જેસીઆઈ પોરબંદરે 11 વર્ષની સફરમાં શહેરના સામાજિક સ્તરને ઊંચું લાવે તેવી પ્રવૃત્તિઓના માધ્યમથી સામાજિક નેતૃત્વમાં સફળતા પ્રાપ્ત કરી પોરબંદરનું ગૌરવ વધાર્યું છે.

■ વર્ષ 2025ની જેસીઆઈ ટીમ :
જેસીઆઈ પોરબંદર પ્લસની વર્ષ 2025ના પ્રમુખ તરીકે રાધેશ દાસાણી, સેક્રેટરી સમીર ધોયડા, જોઈન્ટ સેક્રેટરી દર્શિત કોટેચા, ખજાનચી કેતન પટેલ, ઉપપ્રમુખ પ્રિન્સ લાખાણી, પ્રતિક લાખાણી, રુચિત ગંધા, મિત ઠકરાર, વિવેક લાખાણી, વિશાલ લાખાણી, ડિરેકટર અલ્કેશ બુદ્ધદેવ, સુમિત સલેટ, રાહુલ લાખાણી, પ્રતિપાલ રાયજાદા, ભાવેશ તન્ના, ઇવેન્ટ પ્રમોશન ઓફિસર કેવલ પટેલ, અર્જુન કોટેચા, બોર્ડ મેમ્બર્સ ઋષી બુદ્ધદેવ, કેતન કાંટારીયા, દિલીપ ગંધા, હરેશ રાડીયા, આતિયા કારાવદરા, તેજશ છાયા, પ્રિતેશ મોઢા, સમીર રાણીગા, ઉજ્જવલ લાખાણી, ચંદ્રેશ મદલાણી, રાજેશ રામાણી, નારણ સલેટ, અંકિત દત્તાણી, મિતુલ દાસાણી, ડો. વિજય ઓડેદરા, ડો. કિશન રૂઘાણી, આનંદ કક્કડ, અંકિત દત્તાણી, તુષાર એરડા, સ્નેહીલ લાખાણી, ધૈવત વિઠલાણી, ઉત્સવ મજીઠીયા, બલરામ તન્ના, ભાવિક સામાણી, જય કાનાણી, ધૈર્ય દત્તાણી, પ્રોજેકટ એડવાઇઝર ડો. રાજેશ કોટેચા સહિત ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત જેસીઆઈ મહિલા વિંગના પ્રમુખ તરીકે એકતા દાસાણીની પસંદગી કરવામાં આવી હતી.

જેસીઆઈ પોરબંદરના શપથવિધિ સમારોહમાં અતિથિ વક્તા તરીકે પોપટભાઈ ખૂંટી, અતિથિ વિશેષ જેસીઆઈ ઇન્ડિયાના નેશનલ ટ્રેઝરર બિરાજ કોટેચા, ઝોન ઉપપ્રમુખ રોનક દાસાણી વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી જેસીઆઈની નવનિયુક્ત ટીમને વર્ષ 2025ની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શપથવિધિ સમારોહને સફળ બનાવવા જેસીઆઈ પોરબંદરની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાર્દિક મોનાણીએ કર્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!