શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શીયાળામાં ગરમ વસ્ત્રોનુ વિતરણ કરાયું
હાલ શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીના આશીર્વચનથી શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ખુશીઓની વહેંચણી અંતર્ગત જરુરીયાત મંદ બાળકો ને પરીવારોને ગરમ વસ્ત્રોનુ વિતરણ કરવામાં આવ્યું.
હાલ ખુબ વધારે ઠંડી પડી રહી છે ત્યારે શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યશ્રીઓ દ્વારા સતત સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે ત્યારે આજરોજ માનવતાની મહેક પ્રસરાવી ને દાતાશ્રી માર્ગીબેન મહુધીયા, ધ્વનિબેન મહુધીયા તથા આર્મી ઓફિસર શ્રી દિનેશભાઈ શિયાણી અને ભરતભાઈ ઓડેદરા, ભાવેશગર ધીરજગર મેધનાથીના સહયોગથી આ ગરમ વસ્ત્રોનુ નું વિતરણ કરીને ખુશીઓની વહેંચણી કરવામાં આવી હતી.
શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી ના કહેવા મુજબ હર એક જીવમાં શિવ છે જો જરુરીયાત મંદ જીવ હોય ને તેની મદદ કરવામાં આવે તો મારો મહાદેવ ચોક્કસ રાજી થાય છે. માટે હંમેશા મદદરૂપ થવું જોઈએ. આ જ વિચાર સાથે શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ તથા ભરતગીરી ગોસ્વામી દ્વારા આવી અલગ અલગ ૨૧ જાતની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.