નેશનલવ્ હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશિપ રમવા ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ ઓરિસા જવા રવાના

વેસ્ટ ઝોન વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશિપમાં સારા પરફોર્મન્સ થી ગુજરાતની ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે (કેપ્ટન ભીમા ખૂંટી)
તારીખ 29 નવેમ્બર થી ૩ ડિસેમ્બર સુધી ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે 6 રાજ્યો વચ્ચે જામશે જંગ.
આ ટુર્નામેન્ટમાં ઓરિસ્સા, ગુજરાત, ગોવા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ એમ છ રાજ્યો ભાગ લેશે. ભીમા ખૂંટી સાથે અમારી વાત થઈ ત્યારે ભીમાએ જણાવ્યું હતું કે મુંબઈ ખાતે વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમે સારુ પરફોર્મન્સ કર્યું હતું અને એજે કેપ્ટન મારુ પરફોર્મન્સ પણ સારું રહ્યું હતું એટલે ટીમના આત્મવિશ્વાસમાં ઘણો વધારો થયો છે. તો નેશનલ ચેમ્પિયનશિપમાં પણ ગુજરાત ની ટીમ સારું પરફોર્મન્સ કરશે એવી આશા છે. વધુમાં ભીમાએ કટાક્ષ સાથે જણાવ્યું હતું કે ગુજરાતમાંથી ગુજરાતની ક્રિકેટ ટીમને સપોર્ટ મળે કે ના મળે પણ અમે ગુજરાતનું ગૌરવ વધારવા માટે કોઈ કશાસ છોડશું નહીં.
ગુજરાતની ટીમ
(1) ભીમા ખૂંટી (કેપ્ટન) (2) રમેશ ખરાડી (વાઈસ કેપ્ટન) (3) હિતેશ ડામોર (4) નિલેશ સોલંકી (5) વિષ્ણુ રાવલ (6) મેરુ મીર (7) સંજય મકવાણા (8) પોપટ ઠાકોર (9) અનવર સયેશા (10)સુભાષ ધોબી (11)ગોપાલ ભરવાડ (12) અભેસિંહ રાવલ (13) આશિક પઠાણ
