રેલવે વિભાગમાં ઉપલેટના કર્મચારી સેવાદાસ ગોંડલિયાનો વિદાય સમારોહ યોજાયો



ઉપલેટા : રેલવે વિભાગના એસ એન્ડ ટી સિંગ્નલ ડીપાર્ટમેન્ટમાં હેલ્પર તરીકે લાંબા સમય સુધી ફરજ બજાવનાર ઉપલેટાના સેવાદાસભાઈ રામકૃષ્ણ ગોંડલિયા સેવા નિવૃત થતા રેલવે વિભાગ દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાવનગર ડિવિઝનના CSI જગદીશ વસવા, SI મુના સાહેબ, ESM વિક્રમભાઈ પરમાર, રાજુભાઈ સહિતના રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સેવાદાસ ગોંડલિયાએ ઉપલેટામાં 3 વર્ષ તેમજ તે પહેલાં બોટાદ અને રાજસ્થાનમાં મળીને કુલ 40 વર્ષ સુધી રેલવેમાં ઉત્કૃષ્ટ સેવા આપી હતી. નિવૃત્તિના આ અવસરે રેલવે અધિકારીઓએ તેમની દીર્ઘ સેવા બદલ અભિનંદન પાઠવી, ભવિષ્યનું જીવન પરિવાર સાથે સુખમય અને સ્વસ્થ રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
Please follow and like us:
CATEGORIES government
