વેલેન્ટાઈન ડે શા માટે ઉજવાય છે !
રોમમાં ક્લાઉડિયસ બીજાનાં શાસન દરમિયાન સેન્ટ વેલેન્ટાઇનને ફાંસી પર ચડાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ દુનિયામાં વેલેન્ટાઇન દિવસ મનાવવાની શરૂઆત થઈ.
ક્લાઉડિયસને લાગતુ હતું કે રોમનાં લોકોને તેમની પત્ની અને કુટંબ સાથે મજબૂત લગાવ હોવાને કારણે તેઓ સેનામાં ભરતી નથી થઈ રહ્યાં.
આ સમસ્યાનો હલ કાઢવા માટે ક્લાઉડિયસે રોમમાં લગ્ન પર રોક લગાવી દીધી, પરંતુ પાદરી વેલેન્ટાઇને સમ્રાટના આદેશને લોકો સાથેની નાઇન્સાફીના જેવો ગણ્યો. સમ્રાટના આદેશને પડકાર આપતાં વેલેન્ટાઇન ચોરીછૂપીથી યુવાન પ્રેમીઓની જોડીઓનાં લગ્ન કરાવતા હતા.
૧૪ ફેબ્રુઆરી ૨૭૦માં વેલેન્ટાઇનને મોતની સજા કરવામાં આવી. એવું કહેવામાં આવે છે કે સેન્ટ વેલેન્ટાઇને જેલમાં જ બેઠાં બેઠાં જેલરની છોકરીને પત્ર લખ્યો હતો અને અંતમાં લખ્યું હતું કે ‘તમારો વેલેન્ટાઇન.’
— Google.
Please follow and like us:
CATEGORIES Porbandar