સ્પોર્ટ્સ યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશન દ્વારા પોરબંદરમાં પ્રતિભાનો મહોત્સવ: 10 એવોર્ડ અને 200થી વધુ વિજેતાઓનું ગૌરવ સન્માન


પોરબંદર ખાતે સ્પોર્ટ્સ યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશન દ્વારા વર્ષ 2025-26 નો એવોર્ડ એનાયત તથા વાર્ષિક કાર્યક્રમ ગોકાણી વાડી ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં કુલ 10 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે કલાઉત્સવના 25 તથા ખેલોત્સવના આશરે 200 જેટલા વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પોરબંદર જિલ્લામાં છેલ્લા ચાર વર્ષથી સંસ્થા રમત-ગમત, યોગ અને સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે સક્રિય રીતે કાર્ય કરી રહી છે. વર્ષ દરમિયાન મકરસંક્રાંતિ, હોળી, રક્ષાબંધન, જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારો નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. દર વર્ષે કલાઉત્સવમાં નિબંધ, ચિત્રકલા, વકતૃત્વ અને વેસ્ટમાંથી બેસ્ટ જેવી સ્પર્ધાઓનું આયોજન થાય છે. ઉપરાંત ખેલોત્સવમાં દોડ, દોરડાકૂદ, લાંબીકૂદ, રસ્સાખેંચ, ગોળાફેંક જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાય છે, જેમાં નાના બાળકો થી લઈને સિનિયર સિટિઝન સુધીના લોકો ઉત્સાહભેર ભાગ લે છે.
કાર્યક્રમ દરમિયાન વિડિઓ પ્રેઝન્ટેશન દ્વારા સંસ્થાની કામગીરીની માહિતી આપવામાં આવી હતી. સાથે જ એકલવ્ય સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ ટ્રેનિંગ એસોસિએશનની વેબસાઇટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
વર્ષ 2025-26 માટે એવોર્ડ વિજેતાઓ
- પ્રથમ દિવ્યેશભાઈ મદલાણી – રમતવીર રત્ન એવોર્ડ (ભાઈઓ)
- રિદ્ધિ રમેશભાઈ છેલાવડા – રમતવીર રત્ન એવોર્ડ (બહેનો)
- નેહા બલદેવભાઈ ઠક્કર – યોગ રત્ન એવોર્ડ (યુવા બહેનો)
- જ્યોતિબેન મનહરલાલ પરમાર – યોગ રત્ન એવોર્ડ (સિનિયર સિટિઝન)
- દિપકભાઈ લાલજીભાઈ સુથાર – યોગ રત્ન એવોર્ડ (સેવા)
- અંજલી જયેશભાઈ હિંગળાજીયા – કલા રત્ન એવોર્ડ (બહેનો)
- નયનભાઈ લખુભાઈ ભલાણી – કલા રત્ન એવોર્ડ (સેવા)
- ધારા રવજીભાઈ બારમેડા – સાહિત્ય રત્ન એવોર્ડ (બહેનો)
- જયેશભાઈ પ્રવિણચંદ્ર હિંગળાજીયા – અનમોલ રત્ન એવોર્ડ (વિશિષ્ટ)
- અમિતભાઈ શૈલેષભાઈ સાતા – અનમોલ રત્ન એવોર્ડ (શિક્ષક)
આ ઉપરાંત 5 વ્યક્તિઓને વિશિષ્ટ સન્માન અપાયું હતું: શાંતિબેન ભૂતિયા, સોનલબેન કડછા, પરમાર ભૂમિ, કોડિયાતર પ્રિયા અને રાજ ચેતનભાઈ દુબલને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સંસ્થા દ્વારા આયોજિત કલાઉત્સવ 2025 ના 25 વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર તથા ખેલોત્સવ 2025-26 ના વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ડો. અનિલભાઈ દેવાણી, અજયભાઈ દત્તાણી (પ્રેસિડેન્ટ, લાયન્સ ક્લબ પોરબંદર), અશ્વિનભાઈ ઠક્કર (ટ્રેઝરર, લાયન્સ ક્લબ પોરબંદર), નિધિબેન શાહ મોઢવાડીયા (ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન TB, લાયન્સ ક્લબ પોરબંદર), વિનેશભાઈ ગોસ્વામી (સ્વસ્તિક ગ્રુપ પોરબંદર), દુર્ગાબેન લાદીવાલા (સામાજિક કાર્યકર), અનિલભાઈ સંઘવી, ભુરાભાઈ કારાવદરા (પોરબંદર રેલવે પોલીસ અધિકારી), પંકજભાઈ ચંદારાણા (લાયન્સ ક્લબ પોરબંદર), શાંતિબેન ભૂતિયા (પ્રમુખ, એકલવ્ય સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ ટ્રેનિંગ એકેડમી, NCC ANO ઓફિસર), ભરતભાઈ વાઢિયા (આચાર્ય, શ્રી ભોદ સીમ શાળા નં. 1), વેજાભાઈ કોઠારી (એસ.એમ.સી અધ્યક્ષ, શ્રી ભોદ સીમ શાળા નં. 1) ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ માટે ડો. સુરેશભાઈ ગાંધી, વિજયભાઈ ઉનડકટ, ડો. સુરેખાબેન શાહ, ઋષિકાબેન હાથી સહિતના સામાજિક અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન હસમુખભાઈ શીલુ, જનરલ સેક્રેટરી દીપભાઈ સોનીગ્રા, ખજાનચી રીતલબેન બાદરશાહી ગિરનારી, સભ્યો ધર્મિષ્ઠાબેન જેઠવા, વિશાખાબેન શીલુ, જાગૃતિબેન પાંજરી, બંસીબેન નકુમ, નેહાબેન મજીઠીયા, જીગ્નેશભાઈ સોલંકી, મયુરભાઈ કુહાડા, અલ્પેશભાઈ મકવાણા, પરેશભાઈ દુબલ સહિતની ટીમે અથાક મહેનત કરી હતી. ઉપરાંત કાજલબેન વાઘેલા, ભૂમિબેન મજુકોડીયા અને ક્રિપાલસિંહ જાડેજાએ પરોક્ષ રીતે શુભેચ્છા પાઠવી હતી.
આ રીતે સ્પોર્ટ્સ યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશનનો વાર્ષિક કાર્યક્રમ ઉત્સાહ અને ગૌરવભેર પૂર્ણ થયો હતો.
