પોરબંદરમાં ફરી જાણીતા બીલ્ડ૨ને ચેક પાછો ફરવાના કેસમાં સજા કરતી કોર્ટ.

પોરબંદરમાં મહાનગરપાલિકા બન્યા પછી બાંધકામની પરવાનગી મળતી ન હોય બાંધકામ ઉર્દોગ સાવ મૃત પાયે પહોંચી ગયેલ છે. અને બીલ્ડરોની દશા ખૂબ જ ખરાબ થઈ ગયેલી છે. અને પોરબંદરના ધણા બીલ્ડરો પોરબંદર મુકીને રાજકોટ અમદાવાદ જેવા મહાનગરોમાં ચાલ્યા ગયેલ છે. અને તે રીતે કોર્પોરેશન થયા પછી પોરબંદરનો વિકાસ થવાને બદલે વિનાશ થઈ ગયેલ છે. અને તે જ રીતે પોરબંદરના જાણીતા બીલ્ડર પ્રશાંત અમૃતલાલ પૈડા ને અગાઉ પણ ચેક પાછો ફર્યાના કેસમાં કોર્ટે સજા કરેલી હોય અને તે જ રીતે જાણીતા બીલ્ડર દ્રારા પોરબંદરની કેશવ કો ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી પાસેથી પણ લોન લીધેલી હોય અને તે લોનની રકમ ચુકવવા માટે રૂા.૧૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા દશલાખ પુરા નો ચેક આપેલો હોય અને તે ચેક પાછો ફરતા પોરબંદરની કેશવ કો. ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી દ્રારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોરબંદરની કોર્ટમાં નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ નીચે કેસ કરતા અને તે કેસ પોરબંદરના એડીશ્નલ ચીફ જયુડી. મેજી. દ્રીવેદી સાહેબની કોર્ટમાં ચાલી જતા અને રેકર્ડ ઉપરના પુરાવાઓ ઘ્યાને લઈ જાણીતા બીલ્ડર પ્રશાંત અમૃતલાલ પૈડા ને બીજી વખત નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટના કેસમાં ૬ (છ) માસની જેલની સજા કરવાનો હુકમ કરેલ છે.

પોરબંદરમાં કોર્પોરેશન બનતા ફાયદો થવાને બદલે ગેર ફાયદો થતો હોય અને બીલ્ડરોની દશા ખરાબ થઈ જતી હોય અને તે રીતે જાણીતા બીલ્ડર પ્રશાંત પૈડા ને અગાઉ પણ નેગોશીએબલ ના કેસમાં ચેક પાછો ફરવાના કારણે સજા થયેલી હોય અને આ બીજી વખત સજા થતા પોરબંદરની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવી જાય છે. અને તે રીતે બીલ્ડરોની દશા પો૨બંદ૨માં ખરાબ હોવાનુ આ ચુકાદાથી પ્રસ્થાપીત થયેલ છે.

આ કેસમાં ફરીયાદી કેશવ કો. ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા,ચાંદની મદલાણી, ભાવના પારધી, રમેશ ગોઢાણીયા રોકાયેલા હતા

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!