પોરબંદર રેલ્વે પોલીસે બિનવારસુ મળેલો સોનાનો ચેઇન અને સામાન મૂળ માલિકને પરત આપ્યો


પોરબંદર, તા. 08/04/2026

પોરબંદર રેલ્વે પોલીસ દ્વારા પ્રામાણિકતા અને કાર્યક્ષમતાનો ઉત્તમ દાખલો પુરો પાડતા બિનવારસુ મળેલો સોનાનો ચેઇન તથા લેડીઝના ઇમીટેશન જવેલેરી અને કપડાં ભરેલો થેલો મૂળ માલિકને સફળતાપૂર્વક પરત આપવામાં આવ્યો છે.

ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોરબંદર રેલ્વે સ્ટેશન પર આવતી-જતી ટ્રેનોમાં મુસાફરો પર વોચ રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન તા. 07/04/2026 ના રોજ સવારે લગભગ 07:15 વાગ્યે કોચીવેલી–પોરબંદર એક્સપ્રેસ ટ્રેન પોરબંદર સ્ટેશન પર આવી પહોંચી હતી.

ફરજ પર રહેલા એ.એસ.આઇ. અમિતભાઇ પરબતભાઇ સાદિયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કેતનગીરી મનસુખગીરી ગોસ્વામી અને રણજીતભાઇ મુળુભાઇ સિંધવ દ્વારા ટ્રેનના એ.સી. કોચ નંબર B/3 ની તપાસ દરમ્યાન શીટ નીચે એક કાળા રંગનો બિનવારસુ થેલો મળી આવ્યો હતો.

થેલાની તપાસ કરતા તેમાં પીળી ધાતુનો સોનાનો ચેઇન (અંદાજે 1.8 ગ્રામ, કિંમત રૂ. 2,10,000/-), લેડીઝ ઇમીટેશન જવેલેરી તથા કપડાં મળી આવ્યા હતા.

આ દરમિયાન રેલ્વે હેલ્પલાઇન નંબર 139 પર થેલો ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે માલિકનો સંપર્ક કર્યો હતો. તપાસમાં માલિક તરીકે કેરળ રાજ્યના ઇડુક્કી જિલ્લાના કરીમન્નુર ગામના નિવાસી શ્રીમતી શીજી રોબર્ટ કાકકારાકુત્તેર હોવાનું સામે આવ્યું હતું. તેઓ પોતાના પરિવાર સાથે કોચીવેલી–પોરબંદર એક્સપ્રેસમાં મુસાફરી કરીને અમદાવાદ ખાતે ઉતર્યા બાદ થેલો શીટ નીચે ભૂલી ગયા હતા.

પોરબંદર રેલ્વે પોલીસ દ્વારા ખાતરી કર્યા બાદ “તેરા તુઝકો અર્પણ” અભિયાન અંતર્ગત આજ રોજ પોરબંદર રેલ્વે પોલીસ ચોકી ખાતે માલિકને સોનાનો ચેઇન તથા અન્ય સામાન સુપ્રત કરવામાં આવ્યો હતો.


કાર્યમાં જોડાયેલા પોલીસ કર્મચારીઓ:

  • એ.એસ.આઇ. અમિતભાઇ પરબતભાઇ સાદિયા
  • પો. હેડ કોન્સ્ટેબલ રણજીતભાઇ મુળુભાઇ સિંધવ
  • પો. હેડ કોન્સ્ટેબલ કેતનગીરી મનસુખગીરી ગોસ્વામી
  • RPF IPF યશવંત શર્મા તથા સ્ટાફ

👉 આ કામગીરી પોરબંદર રેલ્વે પોલીસની ઈમાનદારી અને સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ છે.

(નિમેશ ગોંડલીયા )

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!