સુરતના એક કલાકાર દ્વારા કોરોના ઉપર બનાવેલી શોર્ટ ફિલ્મને દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે નોમિનેશન

સુરતના એક  કલાકારે કોરોના ઉપર બનાવેલી શોર્ટ ફિલ્મ “HEED’ની દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે નોમિનેશન  થયું છે. હાલ જે રીતે કોરોના ની બીજી લહેર ચાલી રહી છે તે જોતા લોકો ને જાગૃત કરવાના હેતુસર અને કોરોના દરમિયાન શુ સાવચેતી રાખવી તે માટે  બનાવેલી શોર્ટ મુવીને આઠ એવોર્ડ મડયા બાદ હવે દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે નોમેનેટ કરવામાં આવી છે.જે સુરતીઓ માટે એક ગર્વ ની બાબત છે.     ફિલ્મના કલાકાર શૈલેષ જરીવાળા એ જણાવ્યું હતું કે કોરોના લોકોની પોતાની ભૂલને લીધે જ ફેલાઈ છે.ક્યાં સમયે કઈ સાવચેતી રાખવી તે લોકો સમજે તો કોરોના થી બચી શકાય. બસ આ જ સંદેશ આપવાના હેતુસર અમે એક શોર્ટ મુવી” HEED”બનાવી છે.જેને અલગ અલગ 8 એવોર્ડ મળ્યા છે.અને હવે દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે નોમિનેટ થઈ છે. આ મુવી અંગ્રેજી માં છે.અને તેનું હિન્દી વર્ઝન પણ છે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!