પોરબંદર જિલ્લામાં શાળાકીય રમત ગમત સ્પર્ધા અંતર્ગત જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધા યોજાઇ

પોરબંદર અને કુતિયાણા તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા તેમજ રાણાવાવ તાલુકાની એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઇ

પોરબંદર.તા.૨૨, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત ૬૭મી અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓ ૨૦૨૩-૨૪નું તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાની રમતોનું આયોજન તા.૨૧-૦૮-૨૦૨૩ થી ૦૫-૦૯-૨૦૨૩ દરમિયાન કરવામાં આવેલ છે.

શાળાકીય રમત સ્પર્ધાઓ ૨૦૨૩- ૨૪ પૈકી આજરોજ તા. ૨૨-૦૮-૨૦૨૩ના દિવસે જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધા તથા પોરબંદર અને કુતિયાણા તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું અને રાણાવાવ તાલુકાની એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન ચોપાટી સ્કેટિંગ રીંગ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૫૩ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.

તાલુકા કક્ષાની સ્પર્ધાઓ પૈકીની પોરબંદર તાલુકાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન બિરલા સાગર હાઇસ્કુલ,પોરબંદર ખાતે, કુતિયાણા તાલુકાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન ન્યુ એરા શૈક્ષણિક સંકુલ, ખાગેશ્રી ખાતે અને રાણાવાવ તાલુકાની એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન એમ.એમ.કે. હાયર સેકન્ડરી સ્કુલ, રાણા કંડોરણા ખાતે કરવામાં આવ્યું હતું. તમામ સ્પર્ધાઓમાં શાળાના ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી, વ્યાયામ શિક્ષકો તથા અન્ય મહાનુભાવોએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. 

પોરબંદર તાલુકાની ૧૭, કુતિયાણા તાલુકાની ૦૮ મળી કબડ્ડીમાં કુલ ૨૫ ટીમોએ તથા રાણાવાવ તાલુકામાં કુલ ૪૪૩ ખેલાડીઓએ એથ્લેટીક્સ રમતમાં ભાગ લીધો હતો.

જેમાં પોરબંદર છાયા નગરપાલિકાના કાઉન્સિલર ચંદ્રેશભાઈ સામાણી, જીલ્લા રમત વિકાસ અધિકારી ડૉ. મનીષકુમાર જીલડીયા, ચમ સ્કુલના ટ્રસ્ટી કમલભાઈ પાઉં, ચમ સ્કુલના આચાર્ય સુનૈના ડોંગરા, જુડો એસોસિએશન પોરબંદર વતી નિર્મલાબેન મહેશ્વરી, ગજાનન એકેડમીના. હીનાબેન મેઘનાથી વેગેરે જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!