ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ પોરબંદર કોલેજમાં યોજાયો ‘ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ’


રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આટર્સ એન્ડ કોમર્સ કોલેજમાં તારીખ ૨૪-૦૫-૨૦૨૧ થી તારીખ ૨૯-૦૫-૨૦૨૧ દરમિયાન ‘યુઝ ઓફ આઈટીસી ટુલ્સ ઇન એજ્યુકેશન’ વિષય સંદર્ભે ‘ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માર્ગદર્શક હતા સદગુરુ મહિલા કોલેજ, રાજકોટના કોમર્સ વિભાગના પ્રોફેસર, જાણીતા રાઈટર, એકેડેમેશીયન અને ટ્રેનર ડૉ.મનીષભાઈ રાવલ
વર્તમાન સમયમાં વિશ્વ અઘરી અને અનિશ્ચિત એવી કોરોના મહામારીમાંથી પસાર થઇ રહ્યું છે અને રોજ-બરોજ આ બીમારી માણસ સામે નવા-નવા પડકાર મૂકી રહી છે ત્યારે, આ પરિસ્થિતિ ક્યારે બદલાશે તે કહેવું મુશ્કેલ છે વળી આ સમય આર્થિક, સામાજિક, રાજકીય એમ તમામ ક્ષેત્રોને ગંભીર અસર પહોચાડી રહ્યો છે ત્યારે સૌથી વધારે પ્રભાવિત થનાર અનેક વિભાગો પૈકીનો એક વિભાગ છે શિક્ષણ. સરકાર શિક્ષણ માટે સમયાંતરે બેઠકો બોલાવી પરિસ્થિતિજન્ય નિર્ણયો લઇ રહી છે અને ગત વર્ષથી દરેક સ્તરે શિક્ષણ ઓનલાઈનના માર્ગે આગળ વધી રહ્યું છે ત્યારે આઈસીટી ટુલ્સનો ઉપયોગ શિક્ષણમાં વધુ સારી રીતે કેવી રીતે થઇ શકે તે શીખવવાના હેતુથી ગુરુકુળ મહિલા આટર્સ એન્ડ કોમર્સ કોલેજમાં તારીખ ૨૪-૦૫-૨૦૨૧ થી તારીખ૨૯-૦૫-૨૦૨૧ દરમિયાન ‘યુઝ ઓફ આઈટીસી ટુલ્સ ઇન એજ્યુકેશન’ વિષય સંદર્ભે ‘ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું જેના માર્ગદર્શક હતા પ્રો.ડૉ.મનીષભાઈ રાવલ.
પ્રો.ડૉ.મનીષભાઈ રાવલે આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામના આરંભે જ કહેલું કે, આજનો વિદ્યાર્થી તેના શિક્ષક પાસે તે નિરંતર અભ્યાસુ, તર્કબદ્ધ વિચાર ધરાવનાર, વિદ્યાર્થીપ્રિય, સંવાદશીલ, વર્ગપ્રિય, અદ્વિતીય અને પ્રતિભાશાળી હોય તેવી અપેક્ષા રાખે છે પણ આજના સમયની માંગ એ પણ છે કે એક શિક્ષક ઓનલાઈન માધ્યમમાં જયારે વિદ્યાર્થીને એક જગ્યાએ, એક ડિવાઈઝના માધ્યમથી, એક સરખી રીતથી જોડી રાખવા કદાચ અઘરા બને. વિદ્યાર્થીનો ઓનલાઈન માધ્યમના અભ્યાસમાં રસ જળવાઈ રહે તે માટે શિક્ષક રોજ નવું શીખતો અને સારો ડિઝાઈનર હોય તે ખૂબ આવશ્યક બની જાય છે અને તેના માટે જ તેઓએ ‘યુઝ ઓફ આઈટીસી ટુલ્સ ઇન એજ્યુકેશન’ વિષય અંતર્ગત વિદ્યાર્થી અને શિક્ષક બન્ને માટે અભ્યાસ અને અભ્યાસેતર પ્રવૃત્તિ માટે આઈસીટીના નવા-નવા ટુલ્સ શીખવેલા. જેમ કે, ‘ગુગલ ક્લાસરૂમ’ તૈયાર કરવાથી લઈને ગુગલ ક્લાસરૂમમાં અધ્યાપક અને વિદ્યાર્થી બન્ને પક્ષે એસાઈમેન્ટ વગેરે કઈ રીતે આપી-લઈ શકાય તે ઝીણવટપૂર્વક સમજાવ્યું હતું. અને અધ્યાપકોએ એક ગુગલ ક્લાસરૂમ તૈયાર પણ કરેલો. પ્રો.ડૉ. મનીષભાઈ રાવલે ગુગલ ક્લાસરૂમ એપ્લીકેશનની અન્ય એપ્લીકેશનની તુલનામાં વિશેષતાઓ પણ બતાવી હતી. તેઓએ ‘ટેસ્ટમોઝ’ ટુલ્સમાં કઈ રીતે ક્વિઝ તૈયાર કરી શકાય તે શીખવેલું અને આ પ્રોગ્રામમાં જોડાયેલા લગભગ તમામ સભ્યોએ તેને તૈયાર પણ કરેલી. આ પ્રોગ્રામમાં તેઓએ એક રસપ્રદ ટુલ્સ ‘ક્વિઝી’માં સહુને જોડીને ડેમો આપીને પછી તેને લાઇવ તૈયાર કરીને સહુને સહભાગી બનાવેલા. વિદ્યાર્થીઓ માટે જ્ઞાનની આ ગમ્મત કેટલી મજાની બને તે શીખવાડેલું. આ ઉપરાંત તેઓએ ‘ગુગલ સાઈટ્સ’ ઉપર વ્યક્તિ કેવી રીતે પોતાની પ્રોફાઈલ વગેરે તૈયાર કરીને તેને ફક્ત એક લીંકથી વિના ખર્ચે અન્ય સુધી પહોચતી કરી શકે તે સમજાવેલું. તેમણે આ તમામ ટુલ્સ થીયરી અને પ્રેક્ટીકલ, મોબાઈલ અને લેપટોપ બન્ને માધ્યમથી, પૂરી ધીરજ અને શાંતિથી, ઝીણવટપૂર્વક અને જરૂરી સાવધાનીઓ પણ બતાવતા જઈને શીખવી હતી. આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામની એક વિશેષતા એ પણ હતી કે દરેક સેશનના પ્રારંભે પ્રો.ડૉ.મનીષભાઈ રાવલ કોઈને કોઈ આદર્શ રોલ મોડેલ જેવા કે, ‘પીટર તાબીચી’, ‘સીએ સરોજા રામચંદ્રન’, ‘ક્ષિયા બોઇ’, ‘આનંદ આર્નોલ્ડ’ ની પ્રેરણાદાયી જીવનગાથા મુકીને; એમ કહીને કે, ‘તોડના હૈ પર છોડના નહી હૈ’ આ ઉપરાંત કેટલાંક પ્રેરક ગીતોની પંક્તિઓ રજૂ કરીને શરૂ કરતા. આમ તેઓએ આ પ્રોગ્રામના દરેક સહભાગીમાં એવો આત્મવિશ્વાસ જગાડેલો કે કશુંજ અશક્ય નથી જો આપણે શીખવા ઇચ્છીએ.
‘યુઝ ઓફ આઈટીસી ટુલ્સ ઇન એજ્યુકેશન’ વિષય સંદર્ભે યોજાયેલા આ ‘ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ’માં ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના રેગ્યુલર, વિઝીટીંગ, એડમીન, ગ્રંથપાલ સહિત ૩૦ મેમ્બર જોડાયા હતા. આ પ્રોગ્રામમાં પ્રો.ડૉ.મનીષભાઈ રાવલે દરેક સેશનને અંતે આપેલ એસાઈમેન્ટ વર્ક પણ કઈંકને કઈંક શીખવી રહ્યું હતું.
આ ‘ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ’નું આયોજન કોલેજના આચાર્યશ્રી ડો.અનુપમભાઈ નાગર સાહેબે કરેલું, તેઓના માર્ગદર્શન હેઠળ માઈક્રોસોફ્ટ ટીમ્સના પ્લેટ ફોર્મ ઉપર હિન્દી વિભાગના અધ્યક્ષા પ્રો.ડૉ.શાંતીબેન મોઢવાડીયા પ્રોગ્રામના કૉ.ઓર્ડીનેટર હતા. તો સમગ્ર પ્રોગ્રામને ઈન્ટરનેટના માધ્યમથી સફળ રીતે સાંકળવા માટે આર્યકન્યા ગુરુકુળના ઈટીઆરપી અને કોલેજના આઈ.ટી.એડમીન શ્રી ધવલભાઈ રાજ્યગુરુએ સહકાર આપેલો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!