માધવપુર ઘેડમાં માનવતા પરિવાર દ્વારા આંખ નો વિના મૂલ્યે નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો


*સેવા એજ સાધના ના સૂત્ર ને ચરિતાર્થ કરનાર માણસો આ જગત માં છે જે સ્નેહ, સેવા અને સમર્પણ ને પોતાનો જીવનમંત્ર માને છે આવા માણસો જે બીજાનું ભલું કરવા સદાય તત્પર હોય છે. સૌરાષ્ટ્ર ની સુપ્રસિદ્ધ હોસ્પિટલ શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ ઓપરેશનની સુવિધા સાથે નો કેમ્પ કરવામાં આવ્યો.*
*આ કેમ્પ માં વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાતવાળા દર્દીઓને શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા કેમ્પ ના સ્થળે થી બસમાં લઈ જવાયા અને અત્યંત આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારા માં સારૂ સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ(નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા. ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્પના સ્થળે માધવપુર પરત મુકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા જ કરી આપવામાં આવી હતી.*
*આ કેમ્પ માં 230 લાભાર્થીઓ એ લાભ લીધો હતો જેમાંથી 60 દર્દી ભગવાનને રાજકોટ મુકામે શ્રી રણછોડદસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલએ ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા.*
આ કેમ્પ માં ઉપસ્થિત રહેલા મહેમાનો શ્રી મહેન્દ્રભાઈ જોશી, અરજણભાઈ ભૂવા, ગાંગાભાઇ (પોસ્ટ ઓફિસ), શ્રી આર.આર.ભૂવા, પ્રવીણભાઈ વાજા, રાજુભાઇ જાદવ,ભૌતિક જાદવ, હસમુખ ભૂવા, પબાભાઈ તથા મહિલા મંડળ ની બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
*ઉપસ્થિત રહેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મૂક્યો હતો.*
*આયોજક : માનવતા પરિવાર માધવપુર (ઘેડ)*
