ઈ. સ. ૧૯૬૦ થી કાર્યરત સરકારી પોલીટેકનીક પોરબંદર ખાતે કોલેજમાં Alumni Meet-2023 નુ આયોજન કરાયું

ઈ. સ. ૧૯૬૦ થી કાર્યરત સરકારી પોલીટેકનીક પોરબંદર ખાતે કોલેજ ના એલમ્ની એસોસીએશન દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ના મિલનોત્સવ Alumni Meet-2023 નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થા ના ૧૯૮૩-૮૬ બેચ ના વિદ્યાર્થી અને હાલ કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી દેવુસિંહ ચૌહાણે હાજર રહી સંસ્થામાં પોતાના વિદ્યાર્થીકાળ ના સુખદ સંભારણા વાગોળ્યા હતા. આ પ્રસંગે પોરબંદર ના નિવાસી અધિક કલેકટર શ્રી જોશી સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબ, સંસ્થા ના વિદ્યાર્થી રહી ચૂકેલ R & B વિભાગ ના ભૂતપૂર્વ ચીફ એન્જીનીયર શ્રી જે. જે. સિયાણી, ONGC ના ભૂતપૂર્વ જનરલ મેનેજર શ્રી જે. કે. જોશી તેમજ અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ આ બેઠક માં બહોળી સંખ્યા હાજર રહ્યા હતા અને કોલેજ ની કામગીરી ને બિરદાવી કોલેજ ના વિકાસ માટે તમામ રીતે સહાયભૂત થવા ખાત્રી આપી હતી. આ મિલનોત્સવ માં સંસ્થા ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!