
ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા કુદરતી ઉપચાર ના માધ્યમ થી દુખ દર્દનાં નિવારણ માટેના નિશુલ્ક કેમ્પ યોજાયો

ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા ભારત વિકાસ પરિષદના મહિલા સંયોજક આ નિવેદિતા બેન અને મહેન્દ્રભાઈ બોરીસાગર ના આર્થિક સહયોગથી ગાયત્રી મંદિર રાજીવ નગર પોરબંદર ખાતે કુદરતી ઉપચાર દ્વારા દુઃખ દર્દનું નિવારણ માટે નિશુલ્ક પણ એ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં દેશ અને દુનિયામાં કુદરતી ઉપચારો દ્વારા લોકોના દુઃખને દર્દને નિવારણ કરનાર પવન સ્વામી કે જેવો પોતે અનેક પ્રકારની આવી કુદરતી ઉપચાર ની પદ્ધતિઓ ના જાણકાર છે અને એમના દ્વારા દેશ અને દુનિયામાં અનેક લોકોને દુઃખ માંથી મુક્તિ અપાવી છે

પવન સ્વામી ના સાનિધ્યમાં ૪૦ જેટલા લોકોને કુદરતી ઉપચારની સારવાર આપવામાં આવી હતી અને મહદંશે લોકોએ પોતાના દુઃખ દર્દ માં રાહત થયાનું જણાવેલુ પોરબંદર ખાતે ના રાજીવ નગર ખાતે આવેલ ગાયત્રી મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદના પોરબંદર શાખાના પ્રમુખ કમલેશભાઈ ખોખરી મંત્રી નિધિ બેન શાહ મહિલા સંયોજક નિવેદિતા બેન જોશી , નિલેશભાઈ રૂઘણી હદ પુરી ગોસ્વામી પંકજ ભાઈ ચંદારાણા વિધાતા બેન બદીયાણી નાથાભાઈ દાસા પંડ્યાજી અને વિશેષ સેવા મહેન્દ્રભાઈ બોરીસાગર તરફથી આપણને આ કેમ્પને સફળ બનાવવા માટે ઉત્તમ સેવાઓ મળેલી છે

