પોરબંદર જિલ્લાના અવસાન પામેલા ૫-શિક્ષકોના પરીવાર ને સાથી સહાય યોજના અંતઁગત પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષક સઘ દ્વારા સહાય ચેક અપઁણ કરાયા

પોરબંદર જિલ્લાના અવસાન પામેલા ૫-શિક્ષકોના પરીવાર ને સાથી સહાય યોજના અંતઁગત પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષક સઘ દ્વારા સહાય ચેક અપઁણ કરાયા

કુદરત સામે માનવ લાચાર બની જતો હોય છે. પોરબંદર પ્રાથમિક શિક્ષકો એક પરિવાર ભાવનાથી એક બીજાના સુખ દુખના સહભાગી બની ઉભા રહે તેવા આશયથી એક યોજના કાર્યરત કરી.જિલ્લા શિક્ષક પરિવારના કોઇ આ શિક્ષક પરિવારમાંથી કોઈ શિક્ષકનું અવસાન થાય એવા સમયે તેમનો પરિવાર કે બાળકો નોધારા ન બની જાય તેની કાળજી લેવાય છે. માણસની ખોટ તો કયારેય પુરી શકાય નહીં. પણ તેમના પરિવારને આર્થિક સહાયથી અને હુફથી પરિવારનો અહેસાસ થાય. આવા શુભ આશયથી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા “સાથી” યોજના શરૂ કરવામાં આવેલ. બીજાના દુઃખમાં સાથે ઊભા રહેવા અને પરિવારના સભ્ય તરીકે આ યોજનામાં આજની તારીખે જોડાયેલા ૬૯૮ કુલ સભ્યો જોડાયેલ છે. આ તમામ સભ્યો દ્વારા રૂપિયા ૨૫૦૦/- લેખે કુલ ૧૭૪૫૦૦૦/- રકમ અને આ સમયગાળા દરમ્યાન જિલ્લા સંઘ ખાતામાં જમા થયેલ વ્યાજ રૂ.૨૪૨૦૫ મળી કુલ ૧૭૬૯૨૦૫ ની રકમ ૫ શિક્ષક પરીવાર માટે એકઠી કરાય જેમાથી તમામ સદગત શિક્ષક પરિવારોને ૩૫૩૮૪૧ ની રકમના ચેક તા. ૨૯/૦૬/૨૦૨૨ ના રોજ બી.આર.સી.ભવન પોરબંદર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના હોદેદારોના હસ્તે અપઁણ કરવામાં આવ્યા

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!