પોરબંદર ના કરાટેવિર સેનસાઈ સ્વ.જયેશ ખેતરપાળ નું દેહ પંચભૂતમાં વિલીન
રવિવાર બપોરે સાગરભુવન ખારવાવાડ માં યોજાશે પ્રાર્થના સભા
5 વર્ષ થી 35 વર્ષ સુધી જેમને સમાજ ને કરાટે,યોગ,ફિટનેસ ના માધ્યમ થી હજારો વિદ્યાર્થીઓ અને લોકો માટે અમૂલ્ય યોગદાન કર્યું છે એવા મલ્ટી ટેલેન્ટેડ સેનસાઈ જયેશ ખેતરપાલ(4ર્થ ડેન બ્લેક બેલ્ટ,સેલ્ફ ડિફેન્સ,યોગ ,સ્કિલ અને ફિટનેસ એકસપર્ટ ) જીવન મરણ વચ્ચે બે મહિનાની લડાઈ લડી રહ્યા હતા ત્યારે શુક્રવાર સવારે 10 વાગ્યા આસપાસ શ્વાસ લેવામાં તકલીફ થતા માત્ર અમુક ક્ષણોમાંજ આ સંસાર ને અલવિદા કરી ગયા હતા .
આજે સેનસાઈ સ્વ.જયેશસર ખેતરપાળ જે બાલ્યાઅવસ્થાથી તેવો ફાસ્ટ લરનર રહ્યા છે ઈશ્વર ના આશીર્વાદ થી કોઈ પણ પેચીદા વિષયો ને સરળતાથી અને ઝડપ થી શીખવાનું ટેલેન્ટ ના કારણે અનેક માર્શલઆર્ટ્સ,સ્પોટર્સ અને સ્કિલ માં પોતાની વિશેષ ઓળખ બનાવી હતી. અત્યારસુધી પોતાનું અમૂલ્ય જીવન કરાટે,થાઇબોક્સિંગ,પેંચેક સિલાટ, કુડો ,યોગ,સ્કેટિંગ,જીમનાન્સ્ટિક,
આર્ચરી,મલખમ,રોપ મલખમ વગેરે જેવા અનેકો સ્પોર્ટ્સ અને સ્કિલ માં નિપુણતા પ્રાપ્ત કરી અનેકો રાષ્ટ્રીય આંતર રાષ્ટ્રીય કક્ષાએ વ્યક્તિગત કારકિર્દીમાં ઉજ્જવલ સિધ્ધી ઓ હાસિલ કરી પોરબંદર નું નામ સમગ્ર ભારત વર્ષ માં રોશન કર્યું હતું અને એક નિષ્ણાત કોચ તરીકે હજારો વિદ્યાર્થીઓને કોઈપણ જ્ઞાતિભેદ વગર ટ્રેનિંગ આપી સેંકડો મેડલો અપાવી પોરબંદરને ગૌરવ પ્રાપ્ત કરાવેલ છે . આપણે જ્યારે આપના પરિવાર સાથે પ્રસંગો અને વાર તહેવારમાં મગ્ન રહ્યા છે ત્યારે આ બધી મોજમસ્તી નો ત્યાગ કરી આ વીર એથ્લેટ માર્શલઆર્ટ્સ એકસપર્ટ એ પોરબંદર માં ચેમ્પિયન તૈયાર કર્યા હતા.
બે મહિના પહેલા તેઓ જ્યારે ગર્લ્સ સેલ્ફડિફેન્સ ના વર્ગો કુતિયાણા તાલુકાના મહોબ્બતપરા ગામની વિદ્યાર્થીનીઓને ટ્રેનિંગ આપી પરત ફરી રહ્યા હતા ત્યારે દુર્ભાગ્ય થી એમના સ્કુટરને પાછળથી એક ટ્રક ની ઠોકરએ ગંભીર અકસ્માત સર્જાયો તેઓ અનેક ગંભીર ઇજાઓ સાથે ઝઝૂમી રહ્યા હતા સૌએ પોરબંદરના સ્પોર્ટ્સ રત્ન માટે હૃદયથી પ્રાર્થના કરી અને સહાયતાઓ પણ કરી કે આ લડાઈ માં પણ તેઓ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે પરંતુ ભગવાન ની કઇંક અલગ ઈચ્છા રહી હશે અંતે આ પરમહંસ આપણે સૌને અલવિદા કરી પરમધામ ચાલ્યા ગયા ઈશ્વર આ યુવા કરાટે સ્પોર્ટ્સ રત્ન ના આત્મા ને શાંતિ માર્ગ પર લઈ જાશો….
પ્રાર્થના સભા:-
તા.30/04/2023 રવિવાર
ભાઈઓ માટે બપોરે 3 થી 4 વાગ્યે
બહેનો માટે બપોરે 4 થી 5 વાગ્યે .
સ્થળ:-સાગર ભુવન ,કામનાથ મંદિર પાસે,પાલાના ચોક નજીક ખારવાવાડ, પોરબંદર.