પોરબંદર માં ચોપાટી રોડ નું 60 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું :પાલીકા પ્રમુખ સામે કાળા વાવટા ફરક્યા
પોરબંદરમાં નગરપાલિકા દ્વારા આજે સવારે ચોપાટી ની બાજુમાં આવેલ રિલાયન્સ ફુવારા થી દાદુ ના જિમ સુધી ના રસ્તા નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ આગાઉ રેકડી કેબીન ધારકોને હટાવવામાં આવતા રેકડી કેબીન ધંધાર્થીઓએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. નગરપાલિકા દ્વારા 60 લાખ ના ખર્ચે ચોપાટી પાસે નો રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે તેનું આજરોજ ધારાસભ્ય બાબુ બોખીરિયા અને પાલીકા પ્રમુખ સરજુ કારીયા ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જ્યારે રેંકડી કેબીન ધારકોના આગેવાન બાવન બાદરશાહી એ જણાવ્યું હતું કે અહીં અમારી રોજીરોટી સારી ચાલતી હતી જે બંધ કરાવી રેંકડી હટાવવામાં આવેલ છે . અને આ અંગે હાઇકોર્ટ માં કેસ ચાલતો હોય અમે કોઈ પણ કાળે રસ્તો બનવા નહિ દઈએ.
Please follow and like us:
CATEGORIES Porbandar