સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા પોરબંદર સહીત ગુજરાતભરના સિપાઈ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા સરકારી નોકરી પ્રાપ્ત કરનાર યુવાઓનો સન્માન સમારોહ પોરબંદર ખાતે યોજાશે

સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા પોરબંદર સહીત ગુજરાતભરના સિપાઈ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા સરકારી નોકરી પ્રાપ્ત કરનાર યુવાઓનો સન્માન સમારોહ પોરબંદર ખાતે યોજાશે

તા.૧૩/૧૦/૨૦૨૨ સુધીમાં જરુરી ડોક્યુમેન્ટ આપી નામ નોંધાવી દેવા યાદી

સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના સિપાઈ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા સરકારી નોકરી પ્રાપ્ત કરનાર યુવાઓનો સન્માન સમારોહ પોરબંદર ખાતે યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સન્માન સમારોહ તારીખ :- ૧૩ – ૧૧ – ૨૦૨૨ રવિવાર બપોરે ૦૧:૦૦ થી ૦૬:૦૦ સુધી પોરબંદર ખાતે યોજાશે.
શૈક્ષણીક વર્ષ ૨૦૨૧- ૨૨ મા ધોરણ ૮ અને ૯ માં ૭૦% કે તેથી વધુ, ધોરણ ૧૦,૧૧,૧૨ ( કોમર્સ/આર્ટ્સ) માં ૬૦% કે તેથી વધુ, ધોરણ ૧૧, ૧૨ ( સાયન્સ)માં ૫૦% કે તેથી વધૂ, કોલેજ કે અન્ય ફેકલ્ટીમાં ૫૦% કે તેથી વધુ, શૈક્ષણીક વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૨ સુધીમાં જે વિદ્યાર્થીએ ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન ૫૦% થી વધુ માર્કસ સાથે પૂર્ણ કરેલ હોય તેવા,જે વિદ્યાર્થી શારિરીક વિકલાંગ હોય, તેમણે વર્ષ ૨૦૨૧-૨૨ માં ધો.૮ કે તેથી ઉચ્ચ અભ્યાસમાં કોઈ પણ ફેકલ્ટીમાં ફક્ત પાસ થયેલા હોય તેમનું પણ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવશે.આ તમામ વિદ્યાર્થીઓએ માર્કશીટની નકલ પાછળ પોતાનું પુરૂ નામ, સરનામું, પોતે જે સિપાઈ જમાતમાં હોય તેનુ નામ, વિદ્યાર્થી કે વાલીનો મોબાઇલ નંબર તથા એક પાસપોર્ટ સાઈઝનો ફોટો-પાછળ નામ અને મોબાઈલ નંબર, લખી તા.- ૧૩ – ૧૦ – ૨૦૨૨ સુધીમાં સિપાઈ સમાજ ટ્રસ્ટ – ગુજરાત ના કાર્યકરો અથવા સિપાઈ સમાજ ટ્રસ્ટના કાર્યાલય પર પહોંચાડી રિસીપ્ટ મેળવી લેવાની રહેશે.
તેમજ ૧ ઓક્ટોમ્બર – ૨૦૧૯ થી ૧૩ – ૧૦ – ૨૦૨૨ સુધીમા સરકારી કે અર્ધસરકારી ખાતાઓમાં કાયમી નોકરી મેળવનાર સિપાઈ યુવક/યુવતીઓનુ સન્માન કરવાનુ હોવાથી તેમણે પણ (જેમનું અગાઉના વર્ષોમાં સન્માન થયેલુ ન હોય તેવા યુવાઓ) પોતાનુ પુરૂ નામ, ફોટો, અને જે-તે સરકારી/અર્ધસરકારી ખાતા તરફથી આપવામાં આવેલ કાયમી નિમણૂંક ઓર્ડરની નકલ, હોદ્દો અને સ્થળ અંગે તમામ વિગત તથા પોતાનુ સરનામું અને મોબાઇલ નંબર કાર્યાલયના સરનામે અથવા સિપાઈ સમાજ ટ્રસ્ટ-ગુજરાતના કાર્યકરોને આપી રિસીપ્ટ મેળવી લેવાની રહેશે.
વર્ષ ૨૧-૨૨ માં રમતગમત અથવા સાંસ્કૃતિક સ્પર્ધામાં જો કોઈ વ્યકિતએ રાજ્ય સ્તરે અથવા રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ત્રણ નંબરના ક્રમ પર આવેલ હોય તો તેમનું પણ સન્માન કરવામાં આવશે.આ માટે તેમણે પૂરતા લેખીત પુરાવા ઉપરોક્ત તારીખ સુધી માં પુરાં પાડવાનાં રહેશે.
પોત્સાહક ઇનામ / ભેટ – શિલ્ડ મેળવવા માટે વિદ્યાર્થીઓએ જાતે પ્રોગ્રામમાં હાજર રહેવું ફરજીયાત છે. ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓને તેમના સગા સંબંધી ને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે નહિં.૧ થી ૩ નંબર પર આવનાર વિદ્યાર્થીઓમાંથી સંજોગોવસાત ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓના વાલીઓને ફક્ત શિલ્ડ અને સર્ટિફીકેટ આપવામાં આવશે,પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે નહિં. બહારગામથી આવનારા વિદ્યાર્થીઓ – વાલીઓ તથા આમંત્રિત મહેમાનો માટે રહેવાની તથા જમવાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આ માટે અગાઉથી મોબાઈલ નંબર 9824243218 / 9712704991 પર ડો. અવેશ ચૌહાણ ને જાણ કરી દેવી. વ્યવસ્થા માટે અગાઉથી જાણ કરો તો સારૂ રહેશે જેથી સારી રીતે વ્યવસ્થા કરી શકાય. સિપાઈ સમાજ ટ્રસ્ટ – ગુજરાત કાર્યાલયનુ સરનામું, સિપાઈ સમાજ ટ્રસ્ટ – ગુજરાત c/o. ડૉ.અવેશ એ. ચૌહાણ, છાંયા રોડ, ભારતીય વિધાલય પાસે,પોરબંદર – ૩૬૦ ૫૭૫ મો.નં ૯૮૨૪૨ ૪૩૨૧૮/૯૭૧૨૭૦૪૯૯૧ વધુ માહિતી માટે અને ડોક્યુમેન્ટ જમા કરવા માટે સંપર્ક
પોરબંદર જીલ્લા માટે✔️
ડો.અવેશ એ. ચૌહાણ 9824243218/9712704991,
ઈસ્માઈલખાન શેરવાની 9898923660,
અબ્દુલકાદરભાઈ ભટ્ટી,9427570786
રિઝવાનભાઈ રાઠોડ 9913067861
છાંયા માટે✔️
ઝાકીરહુશેનભાઇ કુરેશી 7405881963,
ઈરફાનભાઈ નાયક-9723172223
રફિકભાઈ કુરેશી-9313809859
કુતિયાણા માટે✔️
ફખરુદ્દીનભાઈ કુરેશી 9898938833 નો સંપર્ક સાધવાનો રહેશે. તેવી યાદી સિપાઈ સમાજ ટ્રસ્ટ-ગુજરાત ના પ્રમુખ ડો.અવેશ.એ.ચૌહાણ અને ઇસ્માઇલખાન શેરવાની દ્રારા યાદી પાઠવામાં આવેલ છે.

લી.✍🏻✍🏻✍🏻✍🏻✍🏻
સિપાઈ સમાજ ટ્રસ્ટ-ગુજરાત

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!