પોરબંદર જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્નોનો વહેલી તકે નિવારણ ન આવે તો આગામી સમય જલદ કાયઁક્રમો ની ચીમકી

સરકારશ્રી સાથે થયેલ સમાધાન મુજબ શિક્ષકો તેમજ તમામ કમઁચારી ઓના પડતર પ્રશ્નો માટે પોરબંદર કલેકટર કચેરી તેમજ માનનીય ધારાસભ્ય શ્રીઓ ના કાયાઁલય પર આવેદન આપવામાં આવ્યું..

પોરબંદર જિલ્લા સંઘ ના હોદ્દરદારો તેમજ પોરબંદર જિલ્લા સંયુક્ત કમઁચારી મોરચો એ મુખ્યમંત્રીને સંબોધીને લખેલ આવેદન પત્ર અધિક નિવાસી કલેક્ટર જોષી સાહેબ મારફત પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો.

પ્રાથમિક શિક્ષણ અને તમામ કમઁચારી ઓના હિતમાં કેટલાક ઉકેલ માંગતા પ્રશ્નો બાબતે ગુ.રા. સંયુક્ત કર્મચારી મોરચો, ગુ.રા. કર્મચારી મહામંડળ અને ગુ.રા.પ્રા.શિ.સંઘ દ્વારા આંદોલન કાર્યક્રમ આપવામાં આવેલ. સરકારશ્રી દ્વારા પ્રશ્નોના ઉકેલ માટે પાંચ મંત્રીશ્રીઓની કમિટી બનાવી પડતર પ્રશ્નોના ઉકેલ-સમાધાન માટે ગત તા.૧૬/૯/૨૦૨૨ના રોજ મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં મહદ્અંશે પ્રશ્નોનો નિકાલ કરવા સરકારે બાહેંધરી આપેલ. પરંતુ કર્મચારીઓના મહત્વના પ્રશ્નો (૧) તા.૧/૪/૨૦૦૫ પહેલાં ભરતી થયેલ કર્મચારીઓ હાલ નવી પેન્શન યોજનામાં છે તેમને થયેલ સમાધાન મુજબ જુની પેન્શન યોજનામાં સમાવવા બાબત અને (૨) તા.૧/૪/૨૦૦૫ પછી ભરતી થયેલા કર્મચારીઓને સમાધાન મુજબ સી.પી.એફ.માંસરકારશ્રી દ્વારા ૧૦%ને બદલે ૧૪% ફાળો ઉમેરવા બાબત. (3) માગણી મુજબ ૪૫ વર્ષની મર્યાદા બાદ કર્મચારીને પરીક્ષામાંથી મુક્તિ આપવી અને લાભ આપવા. આ બાબતે જે પરીક્ષા ન લેવાઈ હોય તેવા કિસ્સામાં ઉપધો નો લાભ કેસ ટુ કેસ નિર્ણય કરવામાં આવશે તેમ સમાધાનમાં નક્કી થયેલ ઉપરોક્ત મુખ્ય પ્રશ્રોનું આજદિન સુધી નિરાકરણ ન મળતાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની તા.૩૦/૭/૨૦૨૩ના કરમસદ, જિ.આણંદ ખાતે મળેલ કાર્યવાહક (સંકલન) સભામાં પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યક્રમ આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતુ. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી જાડેજા મહામંત્રી શ્રી સતિષભાઈ પટેલના ના આદેશ મુજબ આજ રોજ તારીખઃ ૧૯/૮/૨૦૨૩ જિલ્લા લેવલે કલેક્ટર કચેરી એ પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષકના પ્રમુખ શ્રી હિરેનભાઈ ઓડેદરા, મહામંત્રી મનોજભાઈ મૈત્રા જિલ્લા સંઘના હોદ્દેદારો ,ગુ.રા.પ્રા. શિ.સંઘના મહિલા હોદ્દેદાર લીલુંબેન જાડેજા પોરબંદર જિલ્લા કમઁચારી મહામંડળ ના પ્રમુખ હિતેષભાઈ ભુતીયા તેમજ તાલુકા સંઘના પ્રમુખ પોપટભાઈ ખુટી,રમેશભાઈ ઓડેદરા, તાલુકા સંઘના મંહામંત્રી નવઘણભાઈ ચૌહાણ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને લખેલ આવેદનપત્ર અધિક નિવાસી કલેક્ટર જોષી સાહેબને આપ્યું હતુ.આ ઉપરાંત પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ ભાઈ જાડેજાને પણ આવેદનપત્ર સુપ્રત કરી આ બાબતે સરકાર માં રજૂઆત કરવા જણાવેલ. તેમજ વહેલી તકે નિવારણ ન આવે તો આગામી સમય જલદ કાયઁક્રમો યોજવામાં આવશે તેમ હિરેનભાઈ ઓડેદરા
(પ્રમુખ, પોરબંદર જિલ્લા સંયુક્ત કમઁચારી મોરચો,પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ) જણાવ્યું છે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!