ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સાપ્તાહિક ઉત્સવ 2023 નું આયોજન રમેશભાઈ ઓઝા ની અમૃતવાણીમાં શ્રીમદ ભાગવત સપ્તાહ તથા વિવિધ કાર્યક્રમો યોજાશે

ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સાપ્તાહિક ઉત્સવ 2023 નું આયોજન રમેશભાઈ ઓઝા ની અમૃતવાણીમાં શ્રીમદ ભાગવત સપ્તાહ તથા વિવિધ કાર્યક્રમો યોજાશે

પોરબંદર મા ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ ના પ્રમુખ ઉપપ્રમુખ સહિત વિવિધ જ્ઞાતિઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં
પોરબંદર વિસ્તારના સર્વે સમાજના આર્થિક સામાજિક અને શૈક્ષણિક આધ્યાત્મિક અને આરોગ્યના ઉત્કર્ષ તેમજ ઉન્નતિના અર્થે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સાપ્તાહિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પૂજ્ય ભાઇ શ્રી રમેશભાઈ ઓઝા ની અમૃતવાણીમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આગામી 12 મી માર્ચના રોજ ભવ્ય શોભાયાત્રા નીકળશે અને શ્રીમદ ભાગવત સપ્તાહ 13 મી માર્ચથી 19મી માર્ચ 2023 સુધી યોજાશે આ દરમિયાન સામાજિક શૈક્ષણિક અને આર્થિક માટેના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે જેમાં સર્વે સમાજના સંગઠન અને વિકાસ તથા મહેર સમાજની વિકાસ ગ્યાતા પુસ્તકનું વિમોચન થશે આ ઉપરાંત કૃષિ અને ઉદ્યોગ મેળવ્યો છે તથા વ્યસનમુક્તિ અને અંધશ્રદ્ધા નિવારણ ના કાર્યક્રમો તથા મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પ તથા દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે તેમ ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ પરિવારના વિમલજી ઓડેદરા એ પ્રેસ કોન્ફરન્સ માં જણાવ્યું હતું
આ પ્રેસ કોંફરન્સ માં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજી ઓડેદરા તથા ઉપપ્રમુખ સાજણભાઈ ઓડેદરા, બચુભાઈ આંત્રોલીયા આલાભાઇ ઓડેદરા
લાખાભાઈ કેશવાલા, નવઘણભાઈ મોઢવાડિયા તથા જીતેન્દ્રભાઈ વદર તથા કારાભાઈ કેશવાલા ઉપરાંત ખારવા સમાજ, ગઢવી સમાજ ,રબારી સમાજ ,બ્રાહ્મણ સમાજ તથા આહીર સમાજ અને કોળી સમાજ તથા સગર સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!