પો૨બંદ૨નાં જાણીતા ઉદ્યોગપતિ પ્રેમજીભાઈ ચમને પાવરચોરીનાં કેસમાં ૧ વર્ષની સજા કરતી ડીસ્ટ્રીકટ કોર્ટ

પોરબંદરમાં ખુબજ જાણીતા ઉદ્યોગપતિ પ્રેમજીભાઈ ચમ સામે તા. ૨૮/૫/૨૦૧૦ ના રોજ પી.જી.વી.સી.એલ. નાં ઈજનેર ધર્મેશભાઈ દ્વારા પાવરચોરી સબંધ પોલીસ ફરીયાદ કરેલી હતી જે કેસ પોરબંદરના એડી. ડીસ્ટ્રીક્ટ જજ શર્મા ની કોર્ટમાં કેશ ચાલી જતાં જેમાં પી.જી.વી.સી.એલ. વતી તેમના પેનલ એડવોકેટ દિપકભાઈ લાખાણી દ્વારા તમામ સાક્ષીઓની જુબાની તૈયાર કરાવેલ હતી તેમજ લેખીત દલીલ તથા ઓથોરીટી રજુ કરેલી હતી તથા સરકારી વકીલ સુધીર સિંહ જેઠવા દ્વારા તમામ સ૨કારી સાહેદોની જુબાની લીધેલી હતી અને રોકર્ડ ઉપર પ્રેમજીભાઈ ચમ દ્વારા પાવરચોરી કરેલ હોવાનું સાબીત કરી આપેલ હતું. અને ઈલેકટ્રીસીટી એક્ટની ક્લમ ૧૩૫ તથા ૧૩૯ સાબીત માનીને પ્રેમજીભાઈ ચમને કલમ ૧૩૫ નીચે ૧ વર્ષની સજા તથા બીલનાં ત્રણ ગણી રકમ એટલે કે છપ્પન લાખ કરતા વધારે રકમ જમાં કરાવવાનો હુકમ કરેલ છે તથા ૧૩૮ તળે છ માસની સજા કરવાનો હુકમ કરેલ છે અને તે રીતે પાવરચોરીમાં કોઈ મોટા ગજાનાં ઉદ્યોગપતિને સજા થયેલ હોય તેવો આ પ્રથમ બનાવ બનેલ હોય પોરબંદરમાં પાવરચોરીનાં જેનાં ઉપર કોઈશો પેન્ડીંગ છે તે તમામમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે, અને જજ દ્વારા સજા ઉપરાંત બીલની ત્રણ ગણી રકમ ભરવાનો હુકમ કરતા તે સબંધે પણ ફફડાટ ફેલાઈ ગયલ છે.

આ કામમાં મુળ ફરીયાદી પી.જી.વી.સી.એલ. વતી એડવોકેટ દિપકભાઈ લાખાણી નવા સરકાર તરફે સુધીરસિહ રોકાયેલ હતાં.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!