રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પોરબંદર નગર દ્વારા સ્થાપના દિવસ ઉજવાયો
વિજયાદશમી ઉત્સવ એટલે અધર્મ પર ધર્મ ના વિજય નો ઉત્સવ ન્યાય અને નૈતિકતાની પર્વ સત્ય અને શક્તિની ઉપાસના નું પર્વ આપણી દેવી શક્તિઓ એ ધારણ કરેલા શસ્ત્રોનું પૂજન કરવાનો પાવન દિવસ આ પવિત્ર દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી પોરબંદર નગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આજરોજ એમ એમ સ્કૂલ થી કમલાબાગ પાસેથી ચોપાટી સુધી પદ સંચાલન કરવામાં આવ્યું હતું. એમ ઇ એમ સ્કૂલથી પથ સંચાલન પ્રારંભ થઈ કમલાબાગ , ખીજડી પ્લોટ નાનો ફુવારો એસબીઆઇ બેન્ક એવરગ્રીન રોડ એસટી બસ સ્ટેન્ડ ફૂડ ઝોન હાથી ગ્રાઉન્ડ પાસે પૂર્ણ થયું હતું અને અનેક લોકોએ પથ સંચાલનમાં રૂટ પર પુષ્પો દ્વારા સ્વાગત કર્યું હતું
પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ પાસેના ફૂડઝોન ગ્રાઉન્ડમાં શસ્ત્ર પૂજન તથા સ્વયં સેવકો દ્વારા શાખા માં સૂર્યનમસ્કાર ,ઘોષ પ્રદર્શન તથા નિયુદ્ધ સહિત નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અતિથિ વિશેષ રમેશભાઈ સોંદરવા ઉપસ્થિત રહ્યા હતા તથા સૌરાષ્ટ્ર પ્રાંત સહ બૌધિક પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલ દ્વારા બૌદ્ધિક સંબોધન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા