
“નમો પોરબંદર કપ” રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ માં આજે સેમી ફાઇનલ મેચ
આવતીકાલે ફાઇનલ મેચ રમાશે

માધવાણી કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ માં ચાલી રહેલ “નમો પોરબંદર કપ” રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ માં આજે સેમી ફાઇનલ મેચ યોજાશે અને આવતીકાલે ફાઇનલ મેચ થશે.
તા. 16 ઓક્ટોબર ના યોજાયેલ ક્વાર્ટર ફાઇનલ મેચમાં નથરાજ ઇલેવન સામે લીરબાઇ ઇલેવન મેદાનમાં ઉતરી હતી. જેમાં લીરબાઇ ઈલેવને 10 ઓવર માં 4 વિકેટે 74 રન કર્યા હતા સામે નથરાજ ઈલેવને 6.3 ઓવર માં વિના વિકેટે 78 રન કરી ને વિજય મેળવી લીધો હતો. તેમજ બજરંગ ઇલેવન સામે જયભવાની ટિમ નો મેચ યોજાતા બજરંગ ઈલેવને 10 ઓવર માં 5 વિકેટે 107 રન કર્યા હતા. જયારે જય ભવાની ટીમે 10 ઓવર માં 4 વિકેટે 113 રન કરીને મેચ જીતી લીધો હતો. આ ઉપરાંત સાગરવીર ઇલેવન અને વાઘેશ્વરી ટિમ વચ્ચે મેચ થતા સાગરવીર ઈલેવને 10 ઓવર માં 3 વિકેટે 57 રન કર્યા હતા જયારે વાઘેશ્વરી ઈલેવને 10 ઓવર માં 4 વિકેટે 101 રન કરી ને વિજય હાંસલ કર્યો હતો. આ ઉપરાંત વછરાજ 03 ઇલેવન અને ચિરાગ ઇલેવન વચ્ચે ખરાખરી નો ખેલ થયો હતો જેમાં વછરાજ 03 ઈલેવને 10 ઓવર માં 7 વિકેટે 72 રન કર્યા હતા જયારે ચિરાગ ઇલેવન ટીમે 7.3 ઓવર માં 3 વિકેટે 73 રન કરીને વિજય મેળવી લીધો હતો.
મેન ઓફ ધ મેચ
ચિરાગ ઇલેવન માંથી કમલેશ સોનેરી એ 15 બોલ માં 2 ચોક્કા અને 3 સિક્સ ફટકારી ને 29 રન બનાવી મેન ઓફ ધ મેચ બન્યો હતો. નથરાજ ઇલેવન માંથી કેશુ કુછડીયા એ 25 બોલ માં 5 ચોક્કા અને 2 સિક્સ ફટકારી ને 41 રન બનાવી ને મેન ઓફ ધ મેચ બન્યો હતો. જય ભવાની ટીમમાંથી મહેન્દ્રસિંહ જાડેજા એ 29 બોલ માં 3 ચોક્કા અને 5 સિક્સ ફટકારીને 57 રન બનાવતા મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. વાઘેશ્વરી ટિમ માંથી અર્જુન જાડેજા એ 14 બોલ માં 3 ચોક્કા અને 2 સિક્સ ફટકારી ને 30 રન બનાવ્યા હતા અને મેન ઓફ ધ મેચ બન્યો હતો.
આજે તા. 17 ના સેમી ફાઇનલ
આજે સેમી ફાઇનલ મુકાબલો થશે જેમાં નથરાજ ઇલેવન સામે ચિરાગ ઇલેવન મેદાન માં ઉતરશે અને જય ભવાની સામે વાઘેશ્વરી ટિમ ટકરાશે.
