પોરબંદર સરકારી નર્સિંગ કોલેજમાં યુથ રેડક્રોસ શરૂ કરાયું

વિદ્યાર્થી અવસ્થામાં જ માનવતાના બીજ રોપવા રેડક્રોસનો પ્રયાસ

પોરબંદર રેડક્રોસ સોસાયટી દ્વારા સરકારી નર્સિંગ કોલેજના વિધાર્થીઓને માનવતાની પ્રવૃત્તિઓમાં સામેલ કરવા માટે યુથ રેડક્રોસ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે.
રેડક્રોસ સોસાયટી 190 જેટલા દેશોમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર માનવતાનું કામ કરનારી વિશ્વની સૌથી મોટી સંસ્થા છે. રેડક્રોસ દ્વારા બાળકોમાં નાનપણથી જ માનવતાના બીજ રોપવા શાળાઓમાં જુનિયર રેડક્રોસ અને કોલેજોમાં યુથ રેડક્રોસ ચલાવવામાં આવે છે.

પોરબંદર ખાતે આવેલી સરકારી નર્સિંગ કોલેજમાં 57 જેટલા વિધાર્થીઓએ યુથ રેડક્રોસના સભ્યો તરીકે જોડાઈને રેડક્રોસની માનવતાવાદી પ્રવૃત્તિઓના માધ્યમથી લોકસેવા કરવાનું નક્કી કર્યું હતું ત્યારે આ તમામ વિદ્યાર્થીઓને રેડક્રોસ પરિવારમાં આવકારવા માટે સરકારી નર્સિંગ કોલેજ પોરબંદર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પોરબંદર રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણીયા, સેક્રેટરી અકબર સોરઠીયા, ઉપપ્રમુખ અરવિંદ રાજ્યગુરુ, યુથ રેડક્રોસના કન્વીનર નયન ટાંક વગેરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને રેડક્રોસના ઇતિહાસ અને પ્રવૃત્તિઓથી માહિતગાર કરી માર્ગદર્શન આપ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય રિકીન પંડ્યા અને તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન આનંદ સાદીયાએ કર્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!