પોરબંદર ખાતે મુલાકાતીઓ માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ જહાજો ખુલ્લા રાખવામાં આવ્યા
***
ડિફેન્સએક્સપો-૨૦૨૨ અંતર્ગત કોસ્ટગાર્ડ જેટી ખાતે
પોરબંદર.તા.૧૮, ભારત દેશ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બને તે હેતુથી ડિફેન્સ એકસપોને આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૨માં ‘મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ‘ ની થીમ સાથેના ‘ડિફેન્સએક્સપો-૨૦૨૨, પાથ ટુ પ્રાઈડ‘ના ભાગરૂપે તા.૧૮ થી ૨૨ ઑક્ટોબર દરમિયાન ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે મુલાકાતીઓ માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ જહાજો ખુલ્લા રાખવામાં આવ્યા છે. મુલાકાતીઓ માટે ખુલ્લા મુકવામાં આવેલ ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજોએ અદ્યતન મેસર્સ GSL ગોવા મેક ઈન ઈન્ડિયા જહાજો છે જે અત્યાધુનિક મશીનરી અને સેન્સર સાથે છે.
ઉપરાંત, પોરબંદર ખાતેના કાર્યક્રમમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ દ્વારા ‘ઓપરેશન્સ ડેમો’નો સમાવેશ થશે. પોરબંદર ખાતેના કાર્યક્રમની મહાનુભાવો તથા જાહેર નાગરિકો દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે. આ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળનું સંયુક્ત સાહસ છે. અને ભારતીય કોસ્ટ ગાર્ડને લીડ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ પ્રદર્શન દરમિયાન મુલાકાતીઓને, ખાસ કરીને સ્થાનિક યુવા પ્રતિભાઓને દરિયાઈ સેવા પસંદ કરવા પ્રેરિત કરવા માટે, ભારતીય કોસ્ટ ગાર્ડ તેને સોંપવામાં આવેલ ફરજોના આદેશ ચાર્ટરનું પ્રદર્શન કરશે,પોરબંદર ખાતે ડેફએક્સપો ૨૨ નો કાર્યક્રમ નીચે મુજબ છે:
સમય
અભ્યાસ
૧૦: ૧૨:૩૦ વાગ્યે
૨: ૪:૩૦ વાગ્યે
મુલાકાતીઓ માટે જહાજો ખુલ્લા છે
૪ વાગ્યે
સિમ્યુલેટેડ અભ્યાસ માટે સંસાધન એકત્રીકરણ
૫ વાગ્યે
ભારતીય કોસ્ટ ગાર્ડ ડોર્નિયર દ્વારા શંકાસ્પદ બોટની ઓળખ
૫:૦૨ વાગ્યે
જહાજોની જમાવટ
૫:૦૭ વાગ્યે
બોર્ડિંગ/પ્રતિબંધ ઓપ્સ
૫:૧૭ વાગ્યે
બ્લાસ્ટ સિમ્યુલેશન
૫:૨૦ વાગ્યે
OSD સ્પ્રે
૫:૨૧ વાગ્યે
તેલ નિયંત્રણ ડેમો
૫:૨૫વાગ્યે
શોધ અને બચાવ (SAR) ડેમો
૫:૫૦વાગ્યે
INFICs એરો રચના
૫:૫૧ વાગ્યે
ફ્લાયપાસ્ટ
૫:૫૮ વાગ્યે
રોશનીનો ડેમો